
ગૌહાટી, નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં, 17 જાન્યુઆરીએ ગૌહાટીના સરુસજાઈ સ્ટેડિયમ ખાતે પરંપરાગત બાગુરુમ્બા નૃત્યનો ભવ્ય ઉજવણી યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન આસામનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ, આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ચિરાંગ જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કાજલગાંવ અને બિજની વિસ્તારના લગભગ 600 નર્તકો આ ખાસ પ્રદર્શન માટે સતત રિહર્સલ કરી રહ્યા છે. કલાકારો સંકલિત અને મનમોહક પ્રસ્તુતિ સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રધાનમંત્રી સહિત મહાનુભાવો સમક્ષ રાષ્ટ્રીય મંચ પર આસામની આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ