
રોહતક, નવી દિલ્હી,04 જાન્યુઆરી
(હિ.સ.) ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને, ફરી એકવાર 4૦ દિવસના પેરોલ
મળ્યા છે. જેલમાંથી આ તેમની 15મી મુક્તિ છે. અહેવાલ છે કે, 4૦ દિવસના સમયગાળા
દરમિયાન, રામ રહીમ સિરસાના
ડેરામાં રહેશે.
રવિવારે, વહીવટીતંત્રે ડેરા પ્રમુખ રામ રહીમને, 4૦ દિવસના પેરોલ
આપ્યા હતા. જેલ પરિસરમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં, પત્રકાર રામચંદ્ર
છત્રપતિના પુત્ર અંશુલે, રામ રહીમના પેરોલ અંગે પ્રશ્નો ઉઠાવતા દાવો કર્યો હતો કે,
તે કોઈ સામાન્ય કેદી નથી પરંતુ એક કટ્ટર ગુનેગાર છે. સરકારે હાઈકોર્ટને જાણ કરી
હતી કે, રામ રહીમને જેલના નિયમો અનુસાર પેરોલ આપવામાં આવી રહ્યો છે. ડેરા સચ્ચા
સૌદાના પ્રમુખ ના પેરોલના સમાચાર મળતાં જ ડેરા અનુયાયીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ.
જાન્યુઆરીમાં પ્રમુખના બીજા ગુરુ શાહ સતનામ જી મહારાજની જન્મજયંતિ છે. દર વર્ષે, 25 જાન્યુઆરીના રોજ, ડેરા આ પ્રસંગને
ઉજવવા માટે એક ભવ્ય ઉજવણી કરે છે. ડેરા પ્રમુખના પેરોલ બાદ, તેમના સિરસામાં
આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / અનિલ / સંજીવ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ