જસ્ટિસ એ. મોહમ્મદ મુશ્તાક સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત, રાજ્યપાલે શપથ લેવડાવ્યા
ગંગટોક, નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ): જસ્ટિસ એ. મોહમ્મદ મુશ્તાકે, સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરે આજે રાજધાનીના લોકભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં, સિક્કિમ હાઈકોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્ય
રાજ્યપાલે નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મુશ્તાક ને શપથ લેવડાવ્યા


ગંગટોક, નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ): જસ્ટિસ એ. મોહમ્મદ મુશ્તાકે, સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરે આજે રાજધાનીના લોકભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં, સિક્કિમ હાઈકોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એ. મોહમ્મદ મુશ્તાકને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

લોકભવનના આશીર્વાદ હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ, સિક્કિમ વિધાનસભાના અધ્યક્ષ એમ.એન. શેરપા અને ડેપ્યુટી સ્પીકર રાજ કુમારી થાપા, ન્યાયાધીશ મીનાક્ષી મદાર રાય અને સિક્કિમ હાઈકોર્ટના ન્યાયાધીશ ભાસ્કર રાજ પ્રધાન, મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ પહેલા સિક્કિમ સરકારના મુખ્ય સચિવ આર. તેલંગે, મુખ્ય ન્યાયાધીશ એ. મોહમ્મદ મુશ્તાકની નિમણૂકની સૂચના અને વોરંટ વાંચી સંભળાવ્યું. શપથ ગ્રહણ સમારોહ બાદ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશને અભિનંદન પાઠવ્યા.

કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એ. મુહમ્મદ મુશ્તાકે, આજથી સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ સિક્કિમ હાઈકોર્ટના વિદાયમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ વિશ્વનાથ સોમદ્દરનું સ્થાન લેશે.

મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે, સિક્કિમ હાઈકોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મુશ્તાકના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા બદલ ખુશી વ્યક્ત કરી. તેમણે આજે સોશિયલ મીડિયા ફેસબુક પર એક પોસ્ટમાં ન્યાયાધીશ મુશ્તાકને શુભેચ્છાઓ પાઠવી.

હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande