પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ આસામની મુલાકાત લેશે, એલિવેટેડ કોરિડોરનો શિલાન્યાસ કરશે
ગૌહાટી, નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 18 જાન્યુઆરીએ આસામની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ કાલિયાબોરના મૌચંદા ગ્રાઉન્ડ ખાતે પ્રસ્તાવિત એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


ગૌહાટી, નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 18 જાન્યુઆરીએ આસામની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ કાલિયાબોરના મૌચંદા ગ્રાઉન્ડ ખાતે પ્રસ્તાવિત એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વ સરમાએ મંગળવારે આ જાહેરાત કરી.

મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું હતું કે, આ એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ કાલિયાબોર ક્ષેત્રમાં ટ્રાફિક વ્યવસ્થાને મજબૂત બનાવશે અને પ્રાદેશિક વિકાસને નવી ગતિ આપશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ રાજ્ય સરકારના માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાના વ્યાપક પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

ડૉ સરમાએ એમ પણ જણાવ્યું હતું કે, બિહુ અને ઝુમઈર નૃત્યોના રેકોર્ડબ્રેક પ્રદર્શન પછી, રાજ્ય સરકાર હવે બાગુરુમ્બા નૃત્ય દ્વારા વધુ એક સાંસ્કૃતિક સીમાચિહ્ન હાંસલ કરવા માટે આગળ વધી રહી છે. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીની હાજરીમાં આશરે 10 હજાર કલાકારો સરુસજાઈ સ્ટેડિયમમાં સામૂહિક રીતે બાગુરુમ્બા નૃત્ય રજૂ કરશે.

તેમણે કહ્યું કે, આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુવાહાટીમાં 400 થી વધુ માસ્ટર ટ્રેનર્સ દ્વારા કલાકારોને તાલીમ આપવામાં આવી રહી છે જેથી સુવ્યવસ્થિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્યક્રમનું આયોજન થાય.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પહેલ રાષ્ટ્રીય મંચ પર આસામના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande