
નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે રાત્રે શ્રી સોમનાથ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તેમણે સોમનાથ યાત્રાને વધુ યાદગાર બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી.
બેઠક બાદ, પ્રધાનમંત્રીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, સોમનાથમાં હોવું એ પોતાનામાં જ એક સૌભાગ્યની વાત છે - જે આપણી સભ્યતાગત વીરતા નું ગૌરવપૂર્ણ પ્રતીક છે.
તેમણે નોંધ્યું કે ,આ મુલાકાત સોમનાથ સ્વાભિમાન પર્વ સાથે સુસંગત છે, જ્યારે આખો દેશ 1026 માં સોમનાથ મંદિર પર થયેલા પહેલા હુમલાની એક હજારમી વર્ષગાંઠની ઉજવણી કરે છે. તેમણે ઉષ્માભર્યા સ્વાગત માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
પોતાના બીજા ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, તેમણે આજે સાંજે સોમનાથમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે મંદિર સંકુલમાં માળખાગત સુવિધાઓના સુધારા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને સોમનાથ યાત્રાને વધુ યાદગાર બનાવવાની રીતો પર ચર્ચા કરી.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ