પ્રધાનમંત્રી મોદીએ, વિશાખ રિફાઇનરીની અવશેષ અપગ્રેડેશન સુવિધાની પ્રશંસા કરી
નવી દિલ્હી, 06 જાન્યુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) ની વિશાખ રિફાઇનરીમાં અવશેષ અપગ્રેડેશન સુવિધાના સફળ કમિશનિંગની પ્રશંસા કરી છે
ીગિોગલોીગ


નવી દિલ્હી, 06 જાન્યુઆરી

(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં, હિન્દુસ્તાન

પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) ની વિશાખ

રિફાઇનરીમાં અવશેષ અપગ્રેડેશન સુવિધાના સફળ કમિશનિંગની પ્રશંસા કરી છે. તેમણે તેને

ઉર્જા સુરક્ષા અને આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું ગણાવ્યું. આ સુવિધા

રિફાઇનરીના બાકી રહેલા ભારે તેલ (અવશેષ) ને વધુ સારી ગુણવત્તાવાળા પેટ્રોલ અને

ડીઝલમાં રૂપાંતરિત કરવા માટે કામ કરશે.

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીની, સોશિયલ મીડિયા

પોસ્ટનો અહેવાલ આપતા, પ્રધાનમંત્રી

મોદીએ કહ્યું કે,” આ અત્યાધુનિક સુવિધા ઉર્જા સુરક્ષા વધારવા અને આ ક્ષેત્રમાં

આપણને આત્મનિર્ભર બનાવવાના અમારા પ્રયાસોને નવી ગતિ આપશે.”

ઉલ્લેખનીય છે કે, આ અવશેષ અપગ્રેડેશન સુવિધા રિફાઇનરી આધુનિકીકરણ પ્રોજેક્ટનો

એક ભાગ છે. તેની ક્ષમતા વાર્ષિક 3.55 મિલિયન પ્રતિ ટન છે અને તે વિશ્વની સૌથી મોટી એલસી-મેક્સ ટેકનોલોજીનો

ઉપયોગ કરે છે. આ સુવિધા સસ્તા, ભારે અવશેષોના 93 ટકા સુધી પેટ્રોલ અને ડીઝલ જેવા ઉચ્ચ-ગુણવત્તાવાળા

ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે.

નોંધપાત્ર રીતે, તેના ત્રણ હેવી-ડ્યુટી રિએક્ટર સંપૂર્ણપણે ભારતમાં

બનાવવામાં આવ્યા હતા, જે સ્વદેશી

ટેકનોલોજી અને એન્જિનિયરિંગનું પ્રદર્શન કરે છે. આ રિફાઇનરીની ઉત્પાદકતામાં વધારો

કરશે, નફાકારકતામાં

સુધારો કરશે અને ભારે ક્રૂડ તેલની પ્રક્રિયા કરવાની ક્ષમતામાં વધારો કરશે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande