
નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે સોશિયલ મીડિયા પર એક પ્રાચીન સંસ્કૃત શ્લોક શેર કર્યો, જેમાં મધુર અને પ્રેમાળ શબ્દોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.
એક્સ-પોસ્ટમાં શ્લોક શેર કરતા પ્રધાનમંત્રીએ લખ્યું,
પ્રિયવાક્યપ્રદાનેન સર્વે તુષ્યંતિ જન્તવ :
તસ્માત્ તદેવ વક્તવ્યં વચને કા દરિદ્રતા
આ શ્લોકનો અર્થ છે: મધુર અને પ્રેમાળ શબ્દો બોલીને બધા જીવો ખુશ થાય છે. તેથી દરેકે મીઠી વાણી બોલવી જોઈએ. વચનોમાં શું દરિદ્રતા રાખવી !
આ શ્લોક લોકોને હંમેશા સૌમ્ય અને આનંદદાયક ભાષા બોલવાની પ્રેરણા આપે છે. તે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતની સમૃદ્ધ પરંપરાને પણ પ્રકાશિત કરે છે, જ્યાં શબ્દોને અમૃત સમાન માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ