
નવી દિલ્હી, 06 જાન્યુઆરી (હિ.સ.) રાઉઝ એવન્યુ સેશન્સ કોર્ટ 1980માં
મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવાના આરોપસર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામેના
કેસમાં, હવે આગામી સુનાવણી 07 ફેબ્રુઆરીએ કરશે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ આજે,
સોનિયા ગાંધીને મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા એફઆઈઆર નોંધવાની માંગ કરતી તેમની
અરજીને ફગાવી દેવાને પડકારતી અરજીનો જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો.
મંગળવારે સુનાવણી દરમિયાન, સોનિયા ગાંધીના વકીલે અરજીનો જવાબ આપવા માટે
સમય માંગ્યો હતો, દલીલ કરી હતી કે,
દસ્તાવેજો ખૂબ જૂના છે. આ પછી, કોર્ટે આગામી સુનાવણી 07 ફેબ્રુઆરી માટે નક્કી કરી હતી. 09
ડિસેમ્બર, 2૦25ના રોજ, કોર્ટે સોનિયા
ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરી હતી.
વકીલ વિકાસ ત્રિપાઠી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી.
અગાઉ, 11 સપ્ટેમ્બરના
રોજ, એડિશનલ ચીફ
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયાએ અરજી ફગાવી દીધી હતી. અરજીમાં જણાવાયું છે
કે, સોનિયા ગાંધીનું નામ 198૦માં મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.જોકે તેઓ 1983માં
ભારતીય નાગરિક બન્યા હતા. અરજીમાં જણાવાયું છે કે, સોનિયા ગાંધીનું નામ 198૦માં
દિલ્હીના નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.જોકે તે સમયે તેઓ
ભારતીય નાગરિક નહોતા. 1982માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં
આવ્યું હતું અને પછી 1983માં પાછું ઉમેરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી 1983માં
ભારતીય નાગરિક બન્યા હતા.
અરજીમાં જણાવાયું છે કે,” સોનિયા ગાંધીએ એપ્રિલ 1983માં
ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી.” અરજીમાં જણાવાયું છે કે,” 1983માં સોનિયા
ગાંધી ભારતીય નાગરિક બન્યા ત્યારથી, તેમણે 198૦માં મતદાર યાદીમાં ઉમેરવા માટે ખોટા દસ્તાવેજો
રજૂ કર્યા હોવા જોઈએ, જે એક ગુનો છે.
તેથી, કોર્ટે સોનિયા
ગાંધી સામે FIR નોંધવાનો આદેશ
આપવો જોઈએ.” મેજિસ્ટ્રેટ કોર્ટે આ મામલે સોનિયા ગાંધી કે દિલ્હી પોલીસને નોટિસ
જારી કરી નથી.
હિન્દુસ્થાન સમાચાર/સંજય
હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ