
નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે એક્સ પર એક પ્રાચીન સંસ્કૃત શ્લોક શેર કર્યો, જેમાં સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત તરીકે શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ માંગવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પોસ્ટમાં લખ્યું, શ્રી સોમનાથ મહાદેવની કૃપા અને આશીર્વાદ થી બધાનું કલ્યાણ થાઓ. તેમણે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનો આ શ્લોક પણ શેર કર્યો:
સૌરાષ્ટ્ર દેશે વિશદેડતિરમ્યે જ્યોતિર્મયં ચન્દ્રકલાવતંસમ.
ભક્તિપ્રદાનાય કૃપાવતિર્મ તં સોમનાથં શરણં પ્રપદ્યે.
આ શ્લોકનો અર્થ છે, સૌરાષ્ટ્ર પ્રદેશના અતિ રમણીય અને નિર્મળ સ્થળમાં, જેમના માથા પર તેજસ્વી ચન્દ્ર આભુષણ ની જેમ બિરાજમાન છે, ભક્તોને ભક્તિ આપવા માટે અવતરણ પામેલા શ્રી સોમનાથ મહાદેવનું હું શરણ ગ્રહણ કરું છું.
નોંધનીય છે કે, આ શ્લોક સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા વર્ણવે છે, જેને બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ