HNGU બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુકેશકુમાર પટેલની નિમણૂક, એમ.કે. યુનિવર્સિટી ખાતે સન્માન કરવામાં આવ્યું.
પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્ય તરીકે નિયુક્તિ પામવા બદલ મુકેશકુમાર ખેમચંદભાઈ પટેલનું એમ.કે. યુનિવર્સિટી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના સન્માન માટે સ્
HNGU બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુકેશકુમાર પટેલની નિમણૂક, એમ.કે. યુનિવર્સિટી ખાતે સન્માન કરવામાં આવ્યું.


પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્ય તરીકે નિયુક્તિ પામવા બદલ મુકેશકુમાર ખેમચંદભાઈ પટેલનું એમ.કે. યુનિવર્સિટી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના સન્માન માટે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

વીઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ. જિતેન્દ્ર યાદવે મુકેશકુમાર પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નવી વહીવટી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી સફળ કાર્યકાળની આશા વ્યક્ત કરી હતી.

ડૉ. જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકેની જવાબદારી ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. મુકેશકુમાર પટેલ પોતાના શૈક્ષણિક અનુભવ અને સક્રિય યોગદાનથી યુનિવર્સિટીના શૈક્ષણિક તથા વહીવટી ક્ષેત્રને વધુ આગળ ધપાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

આ સન્માન સમારંભમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દેશરાજ યાદવ, ડીન એકેડેમિક ડૉ. પ્રતાપસિંહ, ડેપ્યુટી રજિસ્ટ્રાર રવિ મીણા, આઈટી વિભાગના નરેશ સૈની, રિસર્ચ ડીન ડૉ. કડૈયા અને એચ.આર. વિભાગના હીરા ગોદારા સહિત અધ્યાપકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ મુકેશકુમાર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande