
નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરરોજની જેમ આજે સવારે એક્સ હેન્ડલ પર સુભાષિતમ્ સ્વરૂપે, મહાન કવિ ભર્તૃહરિના ગ્રંથ નીતિશતકનો એક શ્લોક શેર કર્યો. વડાપ્રધાને, આ શ્લોકનું ઉદાહરણ આપતાં વ્યક્તિઓને સતત પ્રયત્નશીલ રહેવાનું આહ્વાન કર્યું.
શ્લોક આ પ્રમાણે છે,
''रत्नैर्महाब्धेस्तुतुषुर्न देवा न भेजिरे भीमविषेण भीतिम्।
सुधां विना न प्रययुर्विरामं न निश्चितार्थाद्विरमन्ति धीराः॥''
વડાપ્રધાનની પોસ્ટમાં તેનો અર્થ જણાવવામાં આવ્યો છે, ''જેમ દેવોએ સમુદ્રમાંથી રત્નો પ્રાપ્ત કર્યા પછી પણ અમૃતની પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કર્યો, તે જ રીતે ધીર અને દ્રઢ નિશ્ચયી વ્યક્તિઓ પોતાના નિશ્ચિત લાભની પ્રાપ્તિ સુધી સતત પ્રયત્નશીલ રહે છે.''
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ