સિદ્ધપુર નગરપાલિકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું
પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર નગરપાલિકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું હતું. જૂના ટાવર સામે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પરિસરથી શરૂ થયેલી આ ઝુંબેશમાં સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જાતે સાવરણો હાથમા
સિદ્ધપુર નગરપાલિકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું

સિદ્ધપુર નગરપાલિકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું

સિદ્ધપુર નગરપાલિકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું

સિદ્ધપુર નગરપાલિકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું

પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર નગરપાલિકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું હતું. જૂના ટાવર સામે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પરિસરથી શરૂ થયેલી આ ઝુંબેશમાં સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જાતે સાવરણો હાથમાં લઈને શ્રમદાન કર્યું હતું. તેમણે પ્રતિમા પરિસર ઉપરાંત આસપાસના જાહેર માર્ગોની પણ સફાઈ કરી હતી.

અભિયાન દરમિયાન નગરજનોને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. નગરપાલિકા ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, એપીએમસી ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો, સંગઠનના મહામંત્રીઓ અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઝુંબેશમાં ભાજપ મહિલા મોરચો, યુવા મોરચો, સામાજિક અગ્રણીઓ, નગરપાલિકાનો સફાઈ સ્ટાફ અને સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને સામૂહિક શ્રમદાન કરી પ્રતિમા પરિસર અને આસપાસના વિસ્તારની સફાઈ કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande