ભાવનગરમાં નવરાત્રી પૂર્વે ચણિયાચોળીની અવનવી વેરાયટીનું આકર્ષણ
ભાવનગર, 10 ઓક્ટોબર (હિ.સ.)નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં નવરાત્રીની તૈયારીઓએ વેગ પકડ્યો છે. ગરબાની રમઝટ માણવા માટે મહિલાઓ અને યુવતીઓમાં અવનવી ડિઝાઇનનાં ચણિયાચોળીની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરનાં બ
અવનવી ડિઝાઇન સાથે ની ચણીયા ચોળી


ભાવનગર, 10 ઓક્ટોબર (હિ.સ.)નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં નવરાત્રીની તૈયારીઓએ વેગ પકડ્યો છે. ગરબાની રમઝટ માણવા માટે મહિલાઓ અને યુવતીઓમાં અવનવી ડિઝાઇનનાં ચણિયાચોળીની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરનાં બજારોમાં રંગબેરંગી ચણિયાચોળીની વિવિધ વેરાયટી આકર્ષણનું કેન્દ્ર બની છે.

નવરાત્રી દરમિયાન પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમવાની આગવી પરંપરા છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા ચણિયાચોળીની વિવિધ ડિઝાઇન અને વેરાયટી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમાં પરંપરાગત કારીગરીની સાથે આધુનિક ફેશનનો સમન્વય જોવા મળી રહ્યો છે.

વર્ષ 2026ની નવરાત્રીમાં ટ્રેડિંગ ણિયાચોળી તેમજ રાધાકૃષ્ણનાં ચિત્રોવાળી ચણિયાચોળી ખાસ આકર્ષણ જમાવી રહી છે. ખાસ કરીને રાધાજીનાં ચિત્રો અને આકર્ષક ડિઝાઇનવાળાં ચણિયાચોળી પરંપરાગત લુક પસંદ કરતી મહિલાઓ અને યુવતીઓને પસંદ પડી રહ્યાં છે.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન અલગ-અલગ રંગનાં વસ્ત્રો પહેરીને ગરબે રમવાનો ઉત્સાહ જોવા મળે છે. આથી બજારોમાં વિવિધ રંગો, ડિઝાઇન અને આકર્ષક કારીગરીવાળાં ચણિયાચોળીની માંગ જોવા મળી રહી છે. નવરાત્રી નજીક આવતાં બજારોમાં ખરીદીની ચહલપહલ વધવાની સાથે તહેવારનો માહોલ પણ જામવા લાગ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande