મહેસાણામાં 11 ઓક્ટોબરે ડોકરા રનિંગ ક્લબની સિટી રન યોજાશે
મહેસાણા, 10 ઓક્ટોબર (હિ.સ.)। મહેસાણા શહેરમાં નાગરિકોમાં આરોગ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારવા તેમજ દોડવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ડોકરા રનિંગ ક્લબ દ્વારા 11 ઓક્ટોબર, રવિવારના રોજ સિટી રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડનું આયોજન રાધ
મહેસાણામાં 11 ઓક્ટોબરે ડોકરા રનિંગ ક્લબની સિટી રન યોજાશે


મહેસાણા, 10 ઓક્ટોબર (હિ.સ.)। મહેસાણા શહેરમાં નાગરિકોમાં આરોગ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારવા તેમજ દોડવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ડોકરા રનિંગ ક્લબ દ્વારા 11 ઓક્ટોબર, રવિવારના રોજ સિટી રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડનું આયોજન રાધનપુર રોડ પર આવેલી ગોલ્ડન સ્ક્વેર ચોકડી ખાતેથી કરવામાં આવશે.

આ સિટી રનમાં શહેરના દોડવીરો, યુવાનો, મહિલાઓ અને ફિટનેસપ્રેમી નાગરિકો ભાગ લઈ શકશે. નિયમિત દોડ અને કસરતને જીવનશૈલીનો ભાગ બનાવીને સ્વસ્થ રહેવા માટે લોકોને પ્રેરિત કરવાના હેતુથી ક્લબ દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

હાલની જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિનું મહત્વ વધ્યું છે ત્યારે દોડ જેવી સરળ કસરતના માધ્યમથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સિટી રનના માધ્યમથી ‘ફિટ મહેસાણા, સ્વસ્થ મહેસાણા’નો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું આયોજન છે.

ડોકરા રનિંગ ક્લબના આયોજકોએ મહેસાણા શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોને આ સિટી રનમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરી છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને નિયમિત કસરત પ્રત્યે જાગૃત બને તેવો આયોજકોનો પ્રયાસ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande