ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીનું 12 ઓક્ટોબરથી નવા જિલ્લા સેવા સદનમાં સ્થળાંતર
ભાવનગર, 10 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી, ઝડપથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી શહેરના મીણબત્તી સર્કલ, વિદ્યાનગર ખાતે રૂ. 33 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા સેવા સદન તૈયાર કરવામાં આવ્યું છે. હવે આગામી 12 ઓક્ટોબર, 2026થ
નવું સેવા સદન


ભાવનગર, 10 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી, ઝડપથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી શહેરના મીણબત્તી સર્કલ, વિદ્યાનગર ખાતે રૂ. 33 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા સેવા સદન તૈયાર કરવામાં આવ્યું છે. હવે આગામી 12 ઓક્ટોબર, 2026થી ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી નવા જિલ્લા સેવા સદન ખાતે સ્થળાંતરિત થઈને કાર્યરત થશે.

જિલ્લા કલેક્ટર કચેરીનું નવા સ્થળે સ્થળાંતર થતાં નાગરિકોને વિવિધ સરકારી કામગીરી માટે સુવિધા મળશે. નવા જિલ્લા સેવા સદનમાં વહીવટી કામગીરીનું સંચાલન કરવામાં આવતાં નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહેવાની સાથે સમયની પણ બચત થશે. એક જ સંકુલમાં વિવિધ વહીવટી સેવાઓ ઉપલબ્ધ થવાથી અરજદારોને અલગ-અલગ સ્થળોએ જવાની મુશ્કેલીમાં ઘટાડો થવાની અપેક્ષા છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા સેવા સદનનું નિર્માણ સરકારી વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને નાગરિકોને સુલભ સેવાઓ પૂરી પાડવાના હેતુથી કરવામાં આવ્યું છે. નવા મકાનમાં કલેક્ટર કચેરી કાર્યરત થવાથી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને વધુ સુગમતા મળશે.

ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, 12 ઓક્ટોબર, 2026થી જિલ્લા કલેક્ટર કચેરી મીણબત્તી સર્કલ પાસે, વિદ્યાનગર, ભાવનગર ખાતે આવેલા નવા જિલ્લા સેવા સદનમાંથી કાર્યરત થશે. આ અંગેની માહિતી નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણીએ અખબારી યાદી દ્વારા આપી છે.

આથી, જિલ્લા કલેક્ટર કચેરી સંબંધિત સરકારી કામકાજ માટે આવતા નાગરિકોએ 12 ઓક્ટોબરથી નવા જિલ્લા સેવા સદનના સરનામે જવાનું રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande