મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધમધમતી આવક, 12,120 ગુણીનું વેચાણ
ભાવનગર,10 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસોની આવક નોંધાઈ રહી છે. આજે મગફળીની 12,120 ગુણીનું વેચાણ થયું હતું. આ ઉપરાંત ડુંગળી, નારિયેળ, કપાસ અને ઘઉં સહિતની જણસોના વેચાણ માટે પણ ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા. મગફળીની
માર્કેટિંગ યાર્ડ ફાઇલ ફોટો


ભાવનગર,10 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસોની આવક નોંધાઈ રહી છે. આજે મગફળીની 12,120 ગુણીનું વેચાણ થયું હતું. આ ઉપરાંત ડુંગળી, નારિયેળ, કપાસ અને ઘઉં સહિતની જણસોના વેચાણ માટે પણ ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા.

મગફળીની વિવિધ જાતોમાં ગીરનારના ભાવ રૂ. 1,185થી રૂ. 1,480, મગફળી-66ના રૂ. 1,500થી રૂ. 2,155, મગફળી-39ના રૂ. 1,100થી રૂ. 1,593 અને જી-20ના રૂ. 1,251થી રૂ. 1,561 સુધી નોંધાયા હતા.

યાર્ડમાં આજે નારિયેળનાં 31,400 નંગનું વેચાણ થયું હતું. તેના ભાવ રૂ. 670થી રૂ. 3,180 સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં રૂ. 80નો વધારો નોંધાયો હતો.

લાલ ડુંગળીના 3,897 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના ભાવ રૂ. 80થી રૂ. 736 સુધી રહ્યા હતા. જોકે, ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં રૂ. 11નો ઘટાડો થયો હતો. બીજી તરફ, સફેદ ડુંગળીના 1,467 કટ્ટાનું વેચાણ થયું હતું. તેના ભાવ રૂ. 200થી રૂ. 730 સુધી રહ્યા હતા અને ભાવમાં રૂ. 130નો વધારો નોંધાયો હતો.

આ ઉપરાંત ઘઉં ટુકડાના 326 કટ્ટાના ભાવ રૂ. 504થી રૂ. 637 અને કપાસની 163 ગાસડીના ભાવ રૂ. 1,658થી રૂ. 1,890 સુધી રહ્યા હતા. યાર્ડમાં વિવિધ જણસોની આવક અને ભાવની વધઘટ વચ્ચે ખેડૂતોનું ધ્યાન બજારના વલણ પર કેન્દ્રિત થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande