સિદ્ધપુરના બિંદુ સરોવરે ભાદરવી અમાસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃશ્રાદ્ધ કર્યું
પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના ઐતિહાસિક તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં ભાદરવી અમાસ નિમિત્તે માતૃશ્રાદ્ધ અને પિંડદાન માટે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. પ્રાચીન સરસ્વતી નદીના કિનારે આવેલા બિંદુ સરોવર ખાતે શ્રદ્ધાળુઓએ પોતાની માતા, દાદી અને
સિદ્ધપુરના બિંદુ સરોવરે ભાદરવી અમાસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃશ્રાદ્ધ કર્યું


સિદ્ધપુરના બિંદુ સરોવરે ભાદરવી અમાસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃશ્રાદ્ધ કર્યું


સિદ્ધપુરના બિંદુ સરોવરે ભાદરવી અમાસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃશ્રાદ્ધ કર્યું


સિદ્ધપુરના બિંદુ સરોવરે ભાદરવી અમાસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃશ્રાદ્ધ કર્યું


પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના ઐતિહાસિક તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં ભાદરવી અમાસ નિમિત્તે માતૃશ્રાદ્ધ અને પિંડદાન માટે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. પ્રાચીન સરસ્વતી નદીના કિનારે આવેલા બિંદુ સરોવર ખાતે શ્રદ્ધાળુઓએ પોતાની માતા, દાદી અને પરદાદીના મોક્ષાર્થે શાસ્ત્રોક્ત વિધિ કરી હતી. ધાર્મિક પરંપરા મુજબ માતૃઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ તીર્થનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.

સિદ્ધપુર દેશભરમાં માતૃશ્રાદ્ધ માટેના પ્રમુખ તીર્થ તરીકે ઓળખાય છે. બિંદુ સરોવર ખાતે સદીઓથી માતૃશ્રાદ્ધ અને પિંડદાન કરવાની પરંપરા ચાલી આવે છે. કારતક, ચૈત્ર અને ભાદરવા માસ દરમિયાન અહીં શ્રાદ્ધવિધિનું વિશેષ મહત્ત્વ રહે છે. ભાદરવા વદ અમાસના દિવસે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતનાં વિવિધ રાજ્યોમાંથી પરિવારો ધાર્મિક વિધિ માટે પહોંચ્યા હતા.

મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ તીર્થગોરોના માર્ગદર્શન હેઠળ માતૃ તર્પણની વિધિ પૂર્ણ કરી હતી. અમાસના પવિત્ર અવસરે બિંદુ સરોવર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારની પરંપરા મુજબ વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી.

યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બિંદુ સરોવર પરિસરમાં વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. વર્ષ 2012માં નવા કુંડનું નિર્માણ થયા બાદ શ્રાદ્ધવિધિ માટે છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા, સ્નાનાગાર, પાર્કિંગ, શૌચાલય, એમિનિટી સેન્ટર, ગાર્ડન અને રુદ્રમહાલયની પ્રતિકૃતિ સહિત માતૃશ્રાદ્ધની માહિતી આપતું મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે.

તીર્થક્ષેત્રમાં યાત્રાળુઓની વ્યવસ્થા વધુ સુગમ બનાવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન, સ્લોટ બુકિંગ અને ઓનલાઇન પેમેન્ટ જેવી ડિજિટલ સેવાઓ પણ કાર્યરત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભાદરવા માસ સહિત સમગ્ર વર્ષ દરમિયાન આશરે 50 હજારથી વધુ પરિવારો બિંદુ સરોવર ખાતે માતૃશ્રાદ્ધ અને પિંડદાનની વિધિ કરવા પહોંચે છે. આ રીતે સિદ્ધપુરનું માતૃગયા તીર્થ ધાર્મિક આસ્થા અને પ્રાચીન પરંપરાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande