પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી એમ.કે. મ્યુનિસિપલ જીમખાના ખાતે બે દિવસીય નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ
પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી એમ.કે. મ્યુનિસિપલ જીમખાના ખાતે બે દિવસીય નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટૂર્નામેન્ટમાં મહિલા અને પુરુષ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાને નિહાળવા માટે મોટી સંખ્યામાં રમતપ્ર
પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી એમ.કે. મ્યુનિસિપલ જીમખાના ખાતે બે દિવસીય નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ


પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી એમ.કે. મ્યુનિસિપલ જીમખાના ખાતે બે દિવસીય નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટૂર્નામેન્ટમાં મહિલા અને પુરુષ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાને નિહાળવા માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે રમતગમતના માહોલમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ટૂર્નામેન્ટમાં મહિલાઓની પાંચથી વધુ ટીમોએ ભાગ લીધો છે, જેમાં પાટણની સ્થાનિક ટીમો ઉપરાંત પાટણ તાલુકાના અજીમણા ગામની ટીમનો પણ સમાવેશ થાય છે. જ્યારે પુરુષોની કેટેગરીમાં દસથી વધુ ટીમોએ એન્ટ્રી મેળવી છે. તેમાં પાટણ શહેરની ટીમો, આસપાસનાં ગામોની ટીમો તેમજ ઊંઝાથી આવેલી બે ટીમો સામેલ છે. બે દિવસ દરમિયાન ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળશે.

એમ.કે. જીમખાનાના પ્રમુખ ચિંતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ ટૂર્નામેન્ટ યોજવાનો મુખ્ય હેતુ મહિલાઓને માત્ર રસોડા પૂરતી સીમિત રાખવાને બદલે રમતગમત માટે પ્રોત્સાહિત કરવાનો છે. મહિલાઓ રમતગમતમાં સમય ફાળવે, શારીરિક રીતે સ્વસ્થ રહે અને પોતાની પ્રતિભા દ્વારા પાટણનું નામ રોશન કરે તેવા ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટના માધ્યમથી મહિલા ખેલાડીઓને પોતાની રમત કૌશલ્ય દર્શાવવા માટે પ્લેટફોર્મ મળી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande