




પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રિના પર્વને સૌ માટે આનંદમય બનાવવાના હેતુથી વિદ્યાર્થી નેતા કિશન
રાઠોડ અને તેમની ટીમ દ્વારા પોરબંદરના
પાગાબાપા આશ્રમ પાસે આવેલા શિશુકુંજના વિશિષ્ટક્ષમતા ધરાવતા બાળકો સાથે એક દિવસીય ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા 13 વર્ષથી આ બાળકો સાથે નવરાત્રિની ઉજવણી કરીને તેમનામાં ઉત્સાહ, ઉમંગ અનેઆત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. DJ આર્યનના તાલે યોજાયેલા ગરબીના કાર્યક્રમમાં બાળકો સાથે ટીમના સભ્યોએ
પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને વિવિધ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સેવાભાવી રામદેવભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે ગરબા રમીને તેમની ખુશીમાં સહભાગી બન્યા હતા. ગરબીના કાર્યક્રમ બાદ તમામ બાળકોને આકર્ષક ભેટો આપવામાં આવી હતી. સાથે જ નાસ્તો અને ભોજન કરાવી બાળકોને
પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાગ
લેનાર બાળકોને પ્રોત્સાહનરૂપે ભેટો આપી તેમની ખુશીમાં વધારો કરવામાં આવ્યો હતો. 13 વર્ષથી બાળકો સાથે પરિવાર જેવો નાતો વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ અને તેમની
ટીમ છેલ્લા 13 વર્ષથી વિશિષ્ટ ક્ષમતા ધરાવતા બાળકો સાથે નવરાત્રિની ઉજવણી કરી રહી છે.
આ પહેલનો હેતુ બાળકોને આનંદનીક્ષણો આપવાની સાથે તેમનામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારવાનો છે. રામદેવભાઈ મોઢવાડિયાએ કિશન રાઠોડ અને તેમની ટીમના પ્રયાસોને બિરદાવ્યા હતા. સાથે જ
શિશુકુંજના સંચાલકો બાળકોની સંભાળ અને માર્ગદર્શન માટે જે કામગીરી કરી રહ્યા છે તેની પણ
પ્રશંસા કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya