નવરાત્રિના પ્રથમ નોરતે ધ્વજારોહણ અને મહાઆરતી સાથે ભક્તિમય માહોલ
જૂનાગઢ 11 ઓક્ટોબર (હિ.સ.) મધ્ય ગીરના પવિત્ર કનકાઈ ધામમાં નવરાત્રિના પ્રથમ નોરતે ધ્વજારોહણ અને મહાઆરતી સાથે ભક્તિમય માહોલ બન્યો હતો. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા; મોટી સંખ્યામાં માઈભક્તોએ માતાજીનાં દર્શન કરી
ધ્વજારોહણ અને મહાઆરતી સાથે ભક્તિમય માહોલ


જૂનાગઢ 11 ઓક્ટોબર (હિ.સ.) મધ્ય ગીરના પવિત્ર કનકાઈ ધામમાં નવરાત્રિના પ્રથમ નોરતે ધ્વજારોહણ અને મહાઆરતી સાથે ભક્તિમય માહોલ બન્યો હતો. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા; મોટી સંખ્યામાં માઈભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કનકાઈ (મધ્ય ગીર): મધ્ય ગીરના પવિત્ર અને દિવ્ય ધામ કનકાઈ માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ પવિત્ર નોરતે ધાર્મિક આસ્થા અને ભક્તિના માહોલ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જગતજનની મા કનકાઈ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ઘટસ્થાપન, માતાજીનો ગરબો પધરાવવાની વિધિ, ધ્વજારોહણ, પૂજન-અર્ચન તથા મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક સહભાગી બની માતાજીનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ગીરની પાવન ધરતી પર આવેલા આ દિવ્ય ધામમાં નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. માતાજીનાં દર્શન અને મહાઆરતીમાં સહભાગી બનેલા માઈભક્તોએ પરિવાર સહિત સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની, રાજુભાઈ મહેતા, ઉદય મહેતા, મુકેશ મહેતા, રમણીકભાઈ દુધાત્રા, ભરતભાઈ રીબડીયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

નવરાત્રિના પાવન પર્વે મા કનકાઈના ચરણોમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિ જળવાઈ રહે તથા માતાજીની કૃપા સમગ્ર જગત પર વરસતી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande