


- ત્રણ દિવસ રંગ ઉપવન ખાતે રંગ અવધૂત મહારાજ દ્વારા રચિત અવધૂતી આનંદનો જ્ઞાન પીરસાશે
ભરૂચ, 11 ઓક્ટોબર (હિ.સ.) : આગામી 31મી ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન વાલિયામાં રંગ ઉપવન ખાતે રંગ અવધૂત મહારાજ દ્વારા રચિત અવધૂતી આનંદ નો ભજન 'એવો દિ દેખાડ' એ વિષય પર સ્વામી નિજાનંદ સરસ્વતીજીનો જ્ઞાનયજ્ઞ યોજાનાર છે.
આ જ્ઞાનયજ્ઞ નિમિત્તે વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ તથા સુરત જિલ્લાના માંગરોળ કોસંબા સહિતના તમામ ગામોમાં વિસ્તરેલો ખૂબ મોટો અવધૂત પરિવાર આગામી સમયમાં દૈનિક પારાયણો, પ્રભાત ફેરી દત્ત બાવની ના પારાયણો વિગેરે અનેકવિધ કાર્યક્રમ કરશે.
નોંધનીય છે કે રંગ અવધૂત મહારાજના ખૂબ જ પ્રચલિત એવા દત્ત દશક સ્તોત્ર, શ્રી દત્ત શરણાષ્ટકમ , શ્રી ગુરુલીલામૃત માં રહેલ અવધૂતની નવધા ભક્તિ જેવા વિષય પર ભૂતકાળમાં વાલિયા ખાતે પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતીના જ્ઞાનીયજ્ઞ સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે. એટલું જ નહીં આ નિમિત્તે પાદુકા યાત્રા, ભક્તિ યાત્રા તેમજ લાંબા ગાળાના દૈનિક પારાયણો પણ યોજાયા છે.
છેલ્લા દાયકાઓથી દત્ત ભક્તિમાં તરબોળ આ વિસ્તારમાં પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના સાહિત્યને સારી અને સાચી રીતે જ્ઞાનયજ્ઞ ના માધ્યમથી સમજવાની અનોખી પહેલ કરવામાં આવી છે.
આગામી તારીખ 31 ઓક્ટોબરથી બીજી નવેમ્બર દરમિયાન યોજનારા જ્ઞાનયજ્ઞ ની તૈયારી ના ભાગરૂપે આગામી 25 ઓક્ટોબરના રોજ અવધૂત પરિવારના કાર્યકરોની મીટીંગ પણ યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ