

પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.) : કલાનગરી પોરબંદરમાં કલાના વિકાસ અને કલાકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે જામનગરનાં ચિત્રકાર પૂર્વીબેન પરીખનાં ‘આત્મદર્શન’ શીર્ષક હેઠળના ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો હતો. આ પ્રદર્શનમાં આશરે 30 જેટલાં
ચિત્રો રજૂ કરવામાં આવ્યાં છે.
પ્રદર્શનની મુલાકાત દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી સહિતના મહાનુભાવોએ ચિત્રોનું નિરીક્ષણ કર્યું હતું.
ચિત્રોમાંરજૂ થયેલી કલાત્મક અભિવ્યક્તિ, રંગોની સુંદરતા અને સર્જનાત્મકતાને નિહાળવાનો અવસર મળ્યો હતો.
આ પ્રસંગે મેયર સાગર મોદીએ જણાવ્યું હતું કે, કલા માત્ર રંગો અને રેખાઓનું સંયોજન નથી,
પરંતુ લાગણીઓ, વિચારો અને કલ્પનાઓને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ છે. પ્રદર્શનના પ્રારંભ પ્રસંગે મેયર સાગર મોદી, મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીર્થાણી, ડો. સુરેખાબેન શાહ, ડો. સુરેશ ગાંધી, હિરેનભાઈ પાઉં, નેહલબેન થાનકી, નિધીબેન શાહ, જિગરભાઈ પંડ્યા, જયેશભાઈ ભટ્ટ, રાહુલભાઈ રાજણી સહિતના મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આર્ટિસ્ટ સંજયભાઈ જાની, જામનગરના રાહુલભાઈ પરીખ તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદરના પ્રમુખ
અને ચિત્રકાર બલરાજ પાડલિયા, કરશનભાઈ
ઓડેદરા અને સમીરભાઈ ઓડેદરાએ
પણ ઉપસ્થિતિ નોંધાવી હતી.
કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ પોરિયાએ કર્યું હતું. ચિત્રકાર પૂર્વીબેન પરીખને જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણભાઈ ખોરવા અને પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન અજયભાઈ બાપોદરાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya