માતાના મઢમાં મા આશાપુરાના ચરણે પદયાત્રાની પૂર્ણાહુતિ: સાંસદ વિનોદ ચાવડાનું 100 કિલો સાકરથી તુલા સન્માન
કચ્છ, 11 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં ધાર્મિક શ્રદ્ધા, જનકલ્યાણ અને સમાજસેવાના સંકલ્પ સાથે યોજાયેલી ‘દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા’ રવિવાર, તા. 11 ઓક્ટોબર 2026ના રોજ માતાના મઢ ખાતે સંપન્ન થઈ હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્
સાંસદ પદયાત્રા સંપન્ન


સાંસદ પદયાત્રા સંપન્ન


કચ્છ, 11 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં ધાર્મિક શ્રદ્ધા, જનકલ્યાણ અને સમાજસેવાના સંકલ્પ સાથે યોજાયેલી ‘દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા’ રવિવાર, તા. 11 ઓક્ટોબર 2026ના રોજ માતાના મઢ ખાતે સંપન્ન થઈ હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજના સૌજન્યથી આયોજિત આ પદયાત્રા આસો સુદ એકમના પાવન પ્રથમ નોરતે મા આશાપુરાના સાનિધ્યમાં પૂર્ણ થઈ હતી. પદયાત્રાના સમાપન પ્રસંગે સાંસદ સહિત ઉપસ્થિત સહભાગીઓએ માતાજીનાં દર્શન કરી દેશની પ્રગતિ, જનતાની સુખાકારી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

માતાના મઢ ખાતે પહોંચ્યા બાદ પદયાત્રામાં જોડાયેલા લોકોએ મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાની સાકરથી તુલા કરવામાં આવી હતી, જેમાં 100 કિલો સાકર અર્પણ કરવામાં આવી હતી. સમાજ નવનિર્માણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા તેમને શાલ ઓઢાડીને તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પદયાત્રાનો મુખ્ય હેતુ ધાર્મિક આસ્થા સાથે લોકકલ્યાણ, સામાજિક એકતા અને રાષ્ટ્રહિતની ભાવનાને જોડવાનો રહ્યો હતો. દેશના નાગરિકો સુખી, સમૃદ્ધ અને નિરોગી રહે તથા ભારત વિકાસના માર્ગે સતત આગળ વધે તેવી શુભકામનાઓ સાથે પદયાત્રામાં જોડાયેલા લોકોએ સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો હતો. માતાના મઢમાં નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રાની પૂર્ણાહુતિ થતાં સમગ્ર પ્રસંગમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે વિક્રમસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ બારોટ, મયુરસિંહ જાડેજા, નરેશભાઈ મહેશ્વરી, ચંદનસિંહ રાઠોડ, વિરમભાઈ આહીર, યોગેશભાઈ ત્રિવેદી, અલ્પેશભાઈ પટેલ, અશોકભાઈ હાથી, રાજુભાઈ સરદાર, ગણપતભાઈ રાજગોર, નિલેશભાઈ દાફડા, શક્તિસિંહ ઝાલા, ભીમજીભાઈ ચાવડા, હરેશભાઈ લોન્યા, ભરતભાઈ રોશિયા, દીપકભાઈ પટેલ, જયંતભાઈ ઠક્કર, શંકરભાઈ પરમાર, જીગરભાઈ ગોહિલ, સિદ્ધરાજસિંહ સોઢા સહિત લખપત તાલુકાના ભાજપના આગેવાનો અને અન્ય સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. મા આશાપુરાના દર્શન સાથે પદયાત્રાનું સમાપન થતાં આયોજકોએ સેવા, સમર્પણ અને સમાજહિતના સંકલ્પને આગળ વધારવાનો સંદેશ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande