સુરતના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં બે મહિલા તબીબની ધરપકડ, અન્ય બે આરોપીઓની શોધખોળ
સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.) : સુરતની નવી સિવિલ હોસ્પિટલના પીજી હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં ખટોદરા પોલીસે બે મહિલા તબીબની ધરપકડ કરી છે. ભાવનગરની 25 વર્ષીય ડૉ. દિક્ષીતા ઘેવરિયા અને રાજુલાની 27 વર્ષીય ડૉ. હિના ભૂત સામે રેગિંગ
Two Female Doctors Arrested


સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.) : સુરતની નવી સિવિલ હોસ્પિટલના પીજી હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં ખટોદરા પોલીસે બે મહિલા તબીબની ધરપકડ કરી છે. ભાવનગરની 25 વર્ષીય ડૉ. દિક્ષીતા ઘેવરિયા અને રાજુલાની 27 વર્ષીય ડૉ. હિના ભૂત સામે રેગિંગ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં કુલ ચાર ડૉક્ટરો સામે ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, હર્ષ પંડ્યાના પિતાએ 15 ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. મેડિકલ અને રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલમાં હેરાનગતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અન્ય તબીબો દ્વારા આપવામાં આવેલી વોટ્સએપ ચેટ અને સંદેશાવ્યવહારને પણ પુરાવા તરીકે ધ્યાનમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, મૃતકને છેલ્લા ત્રણથી ચાર મહિનાથી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.

આ કેસના બાકીના બે આરોપી અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવે હજુ પોલીસની પકડથી બહાર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બંનેએ આગોતરા જામીન અને કાનૂની રાહત મેળવવા માટે કાર્યવાહી કરી હતી અને ધરપકડથી બચવા અલગ-અલગ સ્થળોએ રોકાતા હોવાની માહિતી મળી છે. હાલ પોલીસ તેમની શોધખોળ કરી રહી છે અને સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande