ઉના અને કોડિનાર બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ, ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણને મળશે પ્રોત્સાહન
ગીર સોમનાથ, 12 ઓક્ટોબર (હિ.સ.) : ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્વસહાય જૂથોની આર્થિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડિનાર ખાતે ગ્રામહાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજર
ઉના અને કોડિનાર બસ સ્ટેશન ખાતે


ગીર સોમનાથ, 12 ઓક્ટોબર (હિ.સ.) : ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્વસહાય જૂથોની આર્થિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડિનાર ખાતે ગ્રામહાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લીમિટેડના સહયોગથી ઉના બસસ્ટેશન ખાતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે અને કોડિનાર ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન બાંભણિયા તેમજ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ગ્રામ હાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ હાટ દ્વારા સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર અને વેચાણ માટે યોગ્ય તક મળી રહે, મહિલાઓની આવકમાં વધારો થાય તથા તેમને સ્વરોજગારની દિશામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ પહેલ કરવામાં આવી છે. ગ્રામ હાટ ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા સખી મંડળની બહેનોએ બાળલગ્નમુક્ત ભારતના નિર્માણ માટે શપથ લીધા હતાં આમ, ગ્રામ હાટના ઉદ્ઘાટન સાથે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ તકે, કોડિનાર ખાતે મુકેશભાઈ સાંખટ, અગ્રણી જીતુ બારડ, અજય પરમાર, ડેપો મેનેજર હસમુખભાઈ ગોંડલિયા અને ઉના ખાતે અમરેલી ડિવિઝનના વિભાગીય પરિવહન અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અધિકારીઓ/કર્મચારીઓ અને વિવિધ ગામોના સ્વ-સહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande