વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં ’વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી થઈ નાટક દ્વારા વિદ્યાર્થીઓએ ‘સહાનુભૂતિ, સમજણ અને સમયસર માર્ગદર્શન’નું મહત્વ સમજાવ્યું
ગીર સોમનાથ 12 ઓક્ટોબર (હિ.સ.) ‘આધુનિક જીવનશૈલીમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પણ અગત્યનું છે’ ના સંદેશા સાથે વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં ’વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય સ્મિતાબહેન છગના માર્ગદર્શનમા
વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં ’


ગીર સોમનાથ 12 ઓક્ટોબર (હિ.સ.)

‘આધુનિક જીવનશૈલીમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પણ અગત્યનું છે’ ના સંદેશા સાથે વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં ’વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આચાર્ય સ્મિતાબહેન છગના માર્ગદર્શનમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વાસ્તવિક જીવનની ઘટનાઓ પર આધારિત વિષયો જેવા કે વ્યસન, ઝડપથી ગુસ્સે થઇ જવું, પરીક્ષા વખતે ભૂલાઈ જવું, ચિંતા કરવી વગેરે પર રોલ-પ્લે રજૂ કર્યા હતાં.

આ રજૂઆતો દ્વારા યુવાનોમાં જોવા મળતા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત પડકારો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, પરસ્પર સહાનુભૂતિ, સમજણ અને સમયસર યોગ્ય માર્ગદર્શન મેળવવાના મહત્ત્વ અંગે અસરકારક સંદેશા આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વેરાવળ સિવિલ હોસ્પિટલનાં ડૉ. ખુશ્બુ હડિયા, નમ્રતા મહેતા સહિતના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર્સે માનસિક સ્વાસ્થ્યની જાળવણી, માનસિક સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય અંગે સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહો દૂર કરવા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વધુમાં તેમણે વિદ્યાર્થીઓને માનસિક સમસ્યાઓ અંગે ખુલ્લા મનથી વાતચીત કરવા, જરૂરિયાતના સમયે યોગ્ય સહાય મેળવવા તથા પોતાના અને અન્યના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ રહેવા પ્રેરિત કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંકલન વી. ડી. બકોત્રા અને ડૉ. એમ. એચ. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવી, માનસિક સમસ્યાઓ સાથે જોડાયેલા સંકોચ અને ભેદભાવ દૂર કરવા તથા વિદ્યાર્થીઓમાં હકારાત્મક માનસિક અભિગમ અને સહાનુભૂતિની ભાવના વિકસાવવાનો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande