
અમદાવાદ, 12 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદ શહેરના નારોલ- વિશાલા નેશનલ હાઇવે પર પીપળજ રોડ પાસે ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી પડી ગયાના ત્રીજા દિવસે પણ હજી સુધી કોઈ ભાળ મળી નથી. પીરાણા એસટીપીમાં જતી મુખ્ય લાઈનમાં બાળકી પડી ગઈ છે. જેથી તેને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પીરાણા એસટીપી અને સાબરમતી નદીના તટમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ગટરમાં પડી ગયેલી મનીષા સલાટ નામની બાળકી શનિવારે બપોરે 3:30 વાગ્યે બાળકી ડ્રેનેજમાં ગરકાવ થઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ગટરમાં પડી ગયેલી મનીષા સલાટ નામની બાળકીનો ત્રીજા દિવસે પણ કોઈ પતો મળ્યો નથી. શનિવારે બપોરે 3:30 વાગ્યે બાળકી ડ્રેનેજમાં ગરકાવ થઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ડ્રેનેજમાં મોટા પ્રમાણમાં કાદવ હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.બચાવ કામગીરીમાં જોડાયેલા અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર સંદીપ પટેલે જણાવ્યું હતું કે, બાળકી જે સ્થળે ડ્રેનેજમાં ગરકાવ થઈ હતી ત્યાં અંદાજે 25 ફૂટ ઊંડી ગટર છે અને તેમાં લગભગ 10 ફૂટ જેટલો કાદવ હોવાનું અનુમાન છે.
સંદીપ પટેલે કહ્યું કે, અમારી ટીમ સવારે પણ ડ્રેનેજમાં ઉતરી હતી, પરંતુ કાદવનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી બાળકીની શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. બાળકી કાદવમાં ખૂંપી ગઈ હોવાની પણ શક્યતા છે. આ અંગે દક્ષિણ ઝોનના ડ્રેનેજ વિભાગને જાણ કરવામાં આવી છે અને ગટરમાંથી કચરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવા માટે પણ વાતચીત કરવામાં આવી છે. બાળકીનો પતો મેળવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ મુજબ જે ગટર લાઈનમાં બાળકી પડી છે તે મુખ્ય ડ્રેનેજ લાઈન છે. પૂર્વ વિસ્તારના ડ્રેનેજનું તમામ પાણી આ લાઈનમાં થઈને સીધું પીરાણા એસટીપીમાં જાય છે અને ત્યાંથી ટ્રીટ થઈને સાબરમતી નદીમાં નીકળે છે. કે મુખ્ય લાઈન છે અને આજુબાજુના પણ કેટલાક જોડાણ નજીકમાં હોવાના પગલે ત્યાં પણ બાળકી જતી રહી હોવાની શક્યતા છે. જેના પગલે અલગ અલગ જગ્યાના ગટરના મેન હોલ ખોલીને પણ તપાસ કરવામાં આવી છે.
શહેરના નારોલ-પીરાણા રોડ પર 10 ઓક્ટોબરે શનિવારે સાંજના ચાર વાગ્યાની આસપાસ 9 વર્ષની મનીષા સલાટ નામની બાળકી 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. જોકે, રવિવાર સવાર સુધી હજી પણ બાળકીની કોઈ ભાળ મળી નથી. શવિવારે રિક્ષામાંથી ઉતરીને માતા ભાડું ચૂકવતી હતી તે દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બાળકી ગટરમાં પડી ગઈ હતી. જ્યાં દીકરી પડી ત્યાંથી સાબરમતીના તટ સુધી શોધખોળ ચાલી રહી છે. તે છતાં પણ બાળકીની કોઈ ભાળ મળી નથી રહી. ત્યારે તેના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ છે.
9 વર્ષની બાળકીનું નામ મનીષા સલાટ છે. જે પરિવારજનો સાથે ઘરે પરત ફરી રહી હતી. બાળકીના પિતાએ બે બાળકોના હાથ પકડ્યા હતા અને માતાએ બાળકીનો હાથ પકડ્યો હતો. રિક્ષાના પૈસા ચૂકવવા જતા સમયે બાળકી પાછળ જતા ગટરમાં પડી ગઈ હતી. બાળકીના પિતા છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે.
મળતી પ્રમાણે, એક તરફ નારોલ સરખેજ કોરિડોરની કામગીરી અને બીજી તરફ સ્ટ્રીટ લાઈટના અભાવ તેમજ નીચે પાણીનો પ્રવાહ ચાલી રહ્યો હોવાથી તંત્રને કામ કરવામાં મુશ્કેલી આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ