






પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રીમાં ગરબાની અનેક પરંપરાઓ જોવા મળે છે, પરંતુ પોરબંદરના લીબડા ચોકમાં દિવેચા
કોળી સમાજ દ્વારા છેલ્લા 102 વર્ષથી યોજાતી ભદ્રકાળી માતાજીની ગરબી તેની આગવી પરંપરા અને પ્રાચીન
સંસ્કૃતિ માટે વિશેષ ઓળખ ધરાવે છે. આજના ડીજે અને
લાઉડ સ્પીકરના યુગમાં પણ અહીં માઇક વિના
માત્ર છંદ, તાલ અને લય બદ્ધ રીતે માતાજીના ગરબા
ગાવાની પરંપરા જળવાઈ રહી છે.
આ ગરબીમાં માત્ર
પુરુષોજ ભાગ લઈ શકે છે અને ગરબી રમનારા
પુરુષો માટે મોતી ભરેલી વિશિષ્ટ પ્રકારની ટોપી પહેરવી
ફરજિયાત છે. દિવેચા કોળી સમાજની ભદ્રકાળી માતાજી
ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત 1981માં સમાજના અગ્રણી સ્વર્ગસ્થ જાદવભાઈ સોલંકી અને
તેમના મિત્રોએ કરી હતી. જાદવભાઈ સોલંકીએ
ભદ્રકાળી માતાજીના ગરબાની સ્વરચના કરી હતી. આજે
પણઆ ગરબીમાં એ જ પરંપરાગત સ્વર, તાલ અને લય સાથે ગરબા ગવાય છે.
આ ગરબીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર પુરુષોને જ ગરબી રમવાની મંજૂરી
છે. ગરબી દરમિયાન માથું ખુલ્લું રાખી શકાતું નથી
અને મોતીથી સજાવેલી વિશિષ્ટ ટોપી પહેરવી ફરજિયાત
છે. ખાસવાત એ છે કે આજના આધુનિક યુવાનો પણ
પરંપરાગત ટોપી પહેરીને ગરબી રમવામાં ગૌરવ અનુભવે
છે.ગરબીમાં રામ-સીતા, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, નારદજી, ભીષ્મ પિતામહ,
લવ-કુશ, હનુમાનજી સહિતના
અનેક દેવી-દેવતાઓ અને પૌરાણિક પાત્રોની વેશભૂષા પુરુષો ધારણ કરે છે. આ વેશભૂષામાં સજ્જથઈ તેઓ અન્ય ગરબી રમનારાઓ સાથે
માતાજીના ગરબા ગાય છે અને રમે છે. વાલીઓ પણ
બાળકોમાં સંસ્કારનું ઘડતર થાય તે હેતુથી પરિવાર
સાથે આગરબી જોવા આવે છે.
આધુનિક નવરાત્રીમાં ડીજે, ડિસ્કો મ્યુઝિક અનેલાઉડ સ્પીકરના ઘોંઘાટ વચ્ચે પરંપરાગત
ગરબાની ઓળખ ધીમે ધીમે બદલાઈ રહી છે, ત્યારે ભદ્રકાળી માતાજીની આ ગરબીમાં લાઉડ સ્પીકરનો
ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર માતાજીની
ભક્તિ અને ગુણગાનને કેન્દ્રમાં રાખીને ગરબા
ગાવામાં આવે છે.ગરબીમાં કોઈપણ ગાયક દ્વારા માતાજીના
ગરબા ગવડાવવામાં આવે છે અને અન્ય પુરુષો
તેને ઝીલીને ગાય છે. ડિસ્કોની ધૂન કે મન ફાવે તેવા
આધુનિક ગીતોના બદલે વર્ષોથી ગવાતા છંદબદ્ધ
ગરબાઓની પરંપરા અહીં આજે પણ જીવંત છે. આ
ગરબીમાં ભક્તિઅને શક્તિની ઉપાસનાનો માહોલ જોવા મળે
છે.
પોરબંદરની સરકારી ટીચર્સ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને કેળવણીકાર ડો.
ઈશ્વરલાલ ભરડાના જણાવ્યા મુજબ, મા શક્તિની ઉપાસના થકી માનવ હૃદયમાં માનવતા પ્રગટે તેવા હેતુથી આ
ગરબી મંડળની સ્થાપના કરવામાં આવી હતી.
દિવેચા કોળીસમાજ દ્વારા પોરબંદર અને સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં આ ગરબીનું
મહત્વનું યોગદાન છે. સાંદિપની વિદ્યાનિકેતન હરિ મંદિરના
પ્રણેતા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં આ
ગરબીના 75મા અમૃત મહોત્સવ અને શતાબ્દી મહોત્સવની ઉજવણી પણ થઈ ચૂકી છે. આ પ્રસંગે
ભાઈશ્રીએ ગરબીની પરંપરાને ભારતીય સંસ્કૃતિની
જ્યોત જલતી રાખતી અને સમગ્ર ગુજરાતનું સાંસ્કૃતિક
ગૌરવ ગણાવી હતી.
આ ગરબીની આગવી પરંપરાએ દેશ-વિદેશનું પણ ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાની ડ્યુક
યુનિવર્સિટીના ડાન્સિંગ વિષયના નિષ્ણાત પ્રોફેસર ડો. પૂર્ણિમાબેન શાહની ટીમ પોરબંદરના પુરાતત્વવિદ અને સાહિત્યકાર નરોત્તમભાઈ પલાણના
માર્ગદર્શન હેઠળ આ ગરબીની પ્રાચીન સંસ્કૃતિને
સમજવા આવી હતી અને તેના પર ડોક્યુમેન્ટરી તૈયાર
કરી હતી.ગરબી નિહાળ્યા બાદ ટીમે આ પરંપરાને
ગુજરાત પૂરતી સીમિત નહીં પરંતુ સમગ્ર ભારતના
સાંસ્કૃતિક વારસાના ગૌરવ તરીકે ગણાવી હતી. લુપ્ત
થતી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના
પ્રયાસની પણ ટીમે પ્રશંસા કરી હતી.
ભદ્રકાળી માતાજીના ગરબાની સ્વરચના દિવેચાકોળી સમાજના કવિ સ્વર્ગસ્થ જાદવભાઈ
લખમણભાઈ સોલંકીએ કરી હતી. તેમની ગરબાવલિમાં
આશરે 50 જેટલા ગરબાનો સમાવેશ થાય છે. આ
ગરબા વલિનુંપુનઃમુદ્રણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું
છે. ગરબી નિહાળવા આવતા લોકો આ પુસ્તિકા મેળવીને પરંપરાગત સાંસ્કૃતિક વારસાને જાળવવાના
પ્રયાસ સાથે જોડાય છે. ભદ્રકાળી ગરબી મંડળના પ્રમુખ રામજીભાઈ છગનભાઈ બામણીયાની રાહ બરી હેઠળ ઉપપ્રમુખ પ્રફુલભાઈ એન. બામણીયા, બાબુભાઈ ભાલીયા, મંત્રી રામજીભાઈ મકવાણા, પ્રેમજીભાઈ વાજા, ભીખુભાઈ મકવાણા સહિતના કાર્યકરો તેમજ
મંદિરના પૂજારી બીપીનભાઈ આચાર્ય, અરવિંદભાઈ આચાર્ય અને મગનભાઈ સોલંકી સહિતના લોકો આ
પરંપરાને જાળવવામાં યોગદાન આપી રહ્યા છે. પગે
ચાલતું એન્ટીક પીસ સમાન હાર્મોનિયમ સાથે
પ્રાચીન ઢબે છંદઅને લયબદ્ધ ગરબા ગાવાની પરંપરા પણ
જાળવવામાં આવી રહી છે.
પોરબંદરની આ અનોખી ગરબીમાં ભક્તિ, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું અનોખું સંયોજન જોવા મળે છે. આધુનિકતાના સમયમાં
પણ 102 વર્ષથી પરંપરાની આ જ્યોત જલતી રાખી
દિવેચાકોળી સમાજે પોરબંદરના સાંસ્કૃતિક
વારસાને જીવંત રાખ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya