વડાપ્રધાને માં બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરી
નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવરાત્રિના બીજા દિવસે સોમવારે માં બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરી અને એક્સ પર શેર કરેલા સુભાષિતમ્ માં સૌના કલ્યાણ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગ્યા. વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, તપસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવરાત્રિના બીજા દિવસે સોમવારે માં બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરી અને એક્સ પર શેર કરેલા સુભાષિતમ્ માં સૌના કલ્યાણ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગ્યા.

વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, તપસ્યા, ત્યાગ અને દ્રઢ સંકલ્પના પ્રતીક માં બ્રહ્મચારિણીને પ્રાર્થના કરું છું કે, તેઓ સૌને સાહસ અને આત્મસંયમના આશીર્વાદ આપે.

તેમણે સુભાષિતમ્ શેર કર્યું.

‘देव्या यया तत्तमिदं जगदात्मशक्तया निश्शेषदेवगणशक्तिसमूहमूर्तया। तामम्बिकामखिलदेवमहर्षिपूज्यं भक्त्या नटः स्म विदधातु शुभानि स नः’

જેનો ભાવાર્થ છે કે, જે દેવીએ પોતાની શક્તિથી આ બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે, તે દેવતાઓના અનંત સમૂહોની શક્તિઓના સમૂહના અવતાર છે.

વડાપ્રધાને આ શ્લોકનો અર્થ સમજાવતા કહ્યું કે, બધા દેવતાઓ અને મહાન ઋષિઓ મા અંબિકાની દિવ્ય શક્તિનું આહ્વાન કરે છે, જેથી તેમના આશીર્વાદ સૌના માટે શુભતા અને સુખ લાવે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande