નવલા નોરતાના પ્રથમ દિવસે અમદાવાદના 'સ્વર્ણિમ નગરી' ગરબામાં મહિલા ક્રાઇમ પીઆઇ અને શી-ટીમનું ચેકિંગ
ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મહિલા પીઆઇ ગરબે ઘૂમ્યાં. અમદાવાદ, 12 ઓકટોબર (હિ.સ.) : નવલા નોરતાના પ્રથમ દિવસે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં રાસ-ગરબાની રમઝટ જામી. અમદાવાદમાં ઐશ્વર્યા મજમુદાર, જીગરદાન ગઢવી સહિતના સિંગરે ખેલૈયાઓને ડો
On the first day of Navla Norta, women crime PI and She-Team checking at 'Swarnim Nagri' Garba in Ahmedabad


- ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મહિલા પીઆઇ ગરબે ઘૂમ્યાં.

અમદાવાદ, 12 ઓકટોબર (હિ.સ.) : નવલા નોરતાના પ્રથમ દિવસે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં રાસ-ગરબાની રમઝટ જામી. અમદાવાદમાં ઐશ્વર્યા મજમુદાર, જીગરદાન ગઢવી સહિતના સિંગરે ખેલૈયાઓને ડોલાવ્યા. વડોદરામાં અતુલ પુરોહિતના સૂર સંગ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો રંગારંગા પ્રારંભ થયો.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસની 'શી-ટીમ' સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. સરખેજ વિસ્તારમાં યોજાયેલા 'સ્વર્ણિમ નગરી' ગરબામાં મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ નિધિ કલસરિયા અને તેમની ટીમે ટ્રેડિશનલ આઉટફિટમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. મહિલા પોલીસ અધિકારીઓએ સામાન્ય ખેલૈયાની જેમ એસી ડોમમાં પ્રવેશ કરી ગરબા રમવાની સાથે સાથે સમગ્ર પરિસરની સુરક્ષા-વ્યવસ્થા, બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાનું સઘન નિરીક્ષણ કર્યું હતું.

પશ્ચિમ અમદાવાદના મોટા ગરબા આયોજનો, પાર્ટી પ્લોટ, ક્લબ, એસી ડોમ અને શેરી ગરબાઓ ખાતે મહિલા ક્રાઇમની 8 જેટલી ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પીઆઇ નિધિ કલસરિયા અને તેમની ટીમે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને 'સ્વર્ણિમ નગરી' ગરબામાં એન્ટ્રી લીધી હતી. તેમણે વિખ્યાત સિંગર ઐશ્વર્યા મજમુદારના તાલ પર અન્ય મહિલાઓ સાથે ગરબા રમતાં રમતાં જ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ દરમિયાન ગરબા રમતી મહિલાઓનો વીડિયો ઉતારી રહેલા એક યુવકને રોકીને તેનો મોબાઈલ ફોન પણ ચકાસવામાં આવ્યો હતો.

સુપરવિઝન દરમિયાન ટીમે ગરબા સ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસીને કન્ટ્રોલ રૂમની કામગીરીની પણ ખાતરી કરી હતી.

લગભગ એક કલાક સુધી ગરબા સ્થળે રોકાયા બાદ પીઆઇએ જણાવ્યું કે, નવરાત્રિના તમામ 9 દિવસ દરમિયાન દરરોજ રાત્રે 8 વાગ્યાથી લઈને ગરબા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ ટીમો સ્થળ પર હાજર રહેશે. કોઈપણ રોમિયોગીરી કરનાર કે સતામણી કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરાશે અને મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande