
મુંબઈ, નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.). ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબેએ, રિયાલિટી શો 'બિગ બોસ 20'માં તેમના સહ-અભિનેતા દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી. શોમાં માહી વિજે જ્યારે તેમને પૂછ્યું કે શું નિરહુઆની પહેલા ગર્લફ્રેન્ડ્સ હતી, તો આમ્રપાલીએ જવાબ આપ્યો, ગર્લફ્રેન્ડ્સ તો રહી જ હશે. તેમણે એ પણ જણાવ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકતા પહેલા જ નિરહુઆ પરણિત હતા.
આમ્રપાલી અને નિરહુઆએ, 2014માં આવેલી ભોજપુરી ફિલ્મ 'નિરહુઆ હિન્દુસ્તાની'માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ પછી બંનેની જોડી લોકપ્રિય થઈ અને તેમના અફેરની ચર્ચાઓ પણ સામે આવવા લાગી. જોકે, આમ્રપાલી હંમેશા આ સમાચારોને નકારી કાઢતા બંનેને સારા મિત્રો ગણાવતી રહી છે.
જૂન 2025માં એક શો 'ધ એડ શો'માં, આમ્રપાલીએ પોતાની અને નિરહુઆના લગ્નને લઈને ચાલી રહેલી અટકળો પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચાહકોને આવી ચર્ચાઓ બંધ કરવાની અપીલ કરતા કહ્યું હતું કે, નિરહુઆ પરણિત છે અને પોતાના પરિવાર સાથે ખુશ છે. અભિનેત્રીએ એ પણ કહ્યું હતું કે, બંને વચ્ચે સારી મિત્રતા છે અને તે ઈચ્છે છે કે તેમનો સંબંધ આગળ પણ આ જ રીતે જળવાઈ રહે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ