આમોદ તાલુકામાં જાહેર માર્ગો પર મગર દેખાવાની ઘટનાઓથી ચિંતા
વાડિયા પાસે 13 ફૂટના મગરનું રેસ્ક્યૂ પૂરસા અને પશુ દવાખાના રોડ બાદ હવે વાડિયા માર્ગ પર મહાકાય મગર જોવા માટે લોકોનાં ટોળાં ઉમટ્યાં ભરૂચ 13 ઓક્ટોબર (હિ.સ.) આમોદ તાલુકામાં જાહેર માર્ગો પર મગર દેખાવાની ઘટનાઓથી ચિંતા પ્રસરી ગઈ છે.આશરે 13 ફૂટ લાંબા મ
આમોદ તાલુકામાં જાહેર માર્ગો પર મગર દેખાવાની ઘટનાઓથી ચિંતા


આમોદ તાલુકામાં જાહેર માર્ગો પર મગર દેખાવાની ઘટનાઓથી ચિંતા


આમોદ તાલુકામાં જાહેર માર્ગો પર મગર દેખાવાની ઘટનાઓથી ચિંતા


વાડિયા પાસે 13 ફૂટના મગરનું રેસ્ક્યૂ

પૂરસા અને પશુ દવાખાના રોડ બાદ હવે વાડિયા માર્ગ પર મહાકાય મગર જોવા માટે લોકોનાં ટોળાં ઉમટ્યાં

ભરૂચ 13 ઓક્ટોબર (હિ.સ.)

આમોદ તાલુકામાં જાહેર માર્ગો પર મગર દેખાવાની ઘટનાઓથી ચિંતા પ્રસરી ગઈ છે.આશરે 13 ફૂટ લાંબા મગરને વન વિભાગે પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. ભીડને નિયંત્રિત કરવા આમોદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં જાહેર માર્ગો પર મગર દેખાવાની ઘટનાઓ સામે આવતાં સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે. પૂરસા ગામ તરફ જવાના માર્ગ અને આમોદના પશુ દવાખાના રસ્તા બાદ હવે વાડિયા ગામના માર્ગ પર આશરે 13 ફૂટ લાંબો વિશાળ મગર દેખાતાં લોકોમાં ભારે કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સમયસર પહોંચેલી વન વિભાગની ટીમે મગરને પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે ખસેડતાં રાહત થઈ હતી.

મળતી માહિતી મુજબ, આમોદ નજીક આવેલા વાડિયા ગામના માર્ગ પર આજે વિશાળ મગર નજરે પડ્યો હતો. આશરે 13 ફૂટ લાંબા અને અઢીથી ત્રણ ફૂટ જેટલા પહોળા મગરને જોઈને લોકોના ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. માર્ગ પરથી પસાર થતા લોકો પણ મગરને જોવા માટે ઊભા રહી જતાં સ્થળ પર ભીડ વધી હતી.

આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે જરૂરી કાર્યવાહી કરીને મગરને પાંજરે પૂર્યો હતો અને ત્યારબાદ તેને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. બીજી તરફ, મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં ભીડને નિયંત્રિત કરવા આમોદ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પૂરસા ગામ તરફ જવાના માર્ગ પર મગર દેખાયો હતો. ત્યારબાદ આમોદના પશુ દવાખાના રોડ પર પણ મગર જોવા મળ્યો હતો. હવે વાડિયા ગામના માર્ગ પર ફરી એક વિશાળ મગર દેખાતાં તાલુકામાં મગરોની અવરજવરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અલગ-અલગ સ્થળોએ મગર દેખાવાની ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં સાવચેતીની જરૂરિયાત વધી છે.

જાહેર માર્ગ પર મગર દેખાય ત્યારે લોકો તેને જોવા માટે નજીક જવાની ઉતાવળ કરે છે, પરંતુ આવી સ્થિતિમાં જોખમ ઊભું થઈ શકે છે. મગર નજરે પડે તો તેની નજીક જવાને બદલે સુરક્ષિત અંતર જાળવી વન વિભાગને જાણ કરવી જરૂરી છે. ખાસ કરીને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ તકેદારી રાખવી જોઈએ.થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી તકેદારી રાખવામાં આવે અને લોકોને માર્ગદર્શન આપવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande