સુરતની ક્રિષ્ના સિલ્ક મિલમાં બોઇલર બ્લાસ્ટથી આગ, 4 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા
સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.) સુરતના ઉધના રોડ નંબર 2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલમાં આજે અચાનક બોઇલર ફાટતાં આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. ધડાકા બાદ મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કામ કરી રહેલા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર શ
Fire at Surat's Krishna Silk Mill


સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.) સુરતના ઉધના રોડ નંબર 2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલમાં આજે અચાનક બોઇલર ફાટતાં આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. ધડાકા બાદ મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કામ કરી રહેલા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકો આગની ઝપેટમાં આવતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સની ટીમે ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં તબીબોએ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

બીજી તરફ, આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી. બોઇલરમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande