
જુનાગઢ,13 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ભરતીમેળામાં જૂનાગઢ જિલ્લાના 1000 થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 49 થી વધુ ઉમેદવારો હાજર રહયા હતા.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ ખાતે યોજાયેલ આ ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા તેમની સંસ્થા ખાતે ખાલી રહેલ જગ્યા તેમજ સંસ્થા સાથે જોડાઇ પોતાની કારકિર્દી શરૂ કરવા આહવાન કરેલુ હતુ જેમા ઇંડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યુરન્સ કંપની – જૂનાગઢ બ્રાંચ, લેમન ટ્રી હોટેલ, ગેલેક્સી માર્કેટીંગ(ટાઇટન શો રૂમ) ,તથા બ્રાઇટ માર્કેટીંગ(જોકિ શો-રૂમ) આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં ઉપસ્થિત પૈકી 27 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદઉપરાંત રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને મોટીવેશન આપી કારકિર્દી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ