ONGC મહેસાણા એસેટનું 96.03 મિલિયન ટનથી વધુ ક્રૂડ ઓઇલ ઉત્પાદન, દેશના ઓનશોર ઉત્પાદનમાં એક તૃતીયાંશથી વધુ હિસ્સો
મહેસાણા, 13 ઓક્ટોબર (હિ.સ.) ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)ના મહેસાણા એસેટે વર્ષ 2026 સુધીમાં 96.03 મિલિયન મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું સંચિત ઉત્પાદન કર્યું છે. દેશના કુલ ઓનશોર ઓઇલ ઉત્પાદનમાં આ એસેટનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ છે. મંગળ
ONGC મહેસાણા એસેટનું 96.03 મિલિયન ટનથી વધુ ક્રૂડ ઓઇલ ઉત્પાદન, દેશના ઓનશોર ઉત્પાદનમાં એક તૃતીયાંશથી વધુ હિસ્સો


ONGC મહેસાણા એસેટનું 96.03 મિલિયન ટનથી વધુ ક્રૂડ ઓઇલ ઉત્પાદન, દેશના ઓનશોર ઉત્પાદનમાં એક તૃતીયાંશથી વધુ હિસ્સો


મહેસાણા, 13 ઓક્ટોબર (હિ.સ.) ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)ના મહેસાણા એસેટે વર્ષ 2026 સુધીમાં 96.03 મિલિયન મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું સંચિત ઉત્પાદન કર્યું છે. દેશના કુલ ઓનશોર ઓઇલ ઉત્પાદનમાં આ એસેટનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ છે. મંગળવારે મહેસાણા એસેટ દ્વારા યોજાયેલી પ્રેસ મીટમાં કામગીરીની સિદ્ધિઓ, ટેક્નોલોજીકલ નવીનતા, સામાજિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.

મહેસાણા એસેટ 10 મોટા અને 11 નાના ઓઇલ ફિલ્ડમાં કાર્યરત છે. તેની કામગીરીમાં 11 ડ્રિલિંગ રિગ, 39 ઇન્સ્ટોલેશન કોમ્પ્લેક્સ, 20 વર્કઓવર રિગ અને આશરે 4,700 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક સામેલ છે. પરિપક્વ ઓઇલ રિઝર્વોયરમાંથી ઉત્પાદન જાળવી રાખવા માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

સામાજિક જવાબદારીના ભાગરૂપે વર્ષ 2025માં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ આશરે 85 ઇન્ટર્ન અને 115 એપ્રેન્ટિસને તક આપવામાં આવી હતી. એસેટ દર વર્ષે આશરે 10,500 ખેડૂતોને જમીનના ભાડા અને વળતર પેટે કુલ ₹92 કરોડ ચૂકવે છે. ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ખેડૂત સહયોગ કેન્દ્ર પણ કાર્યરત છે.

આરોગ્ય ક્ષેત્રે વિસનગરની જી.ડી. જનરલ હોસ્પિટલમાં MRI મશીન સ્થાપવા માટે ₹9.90 કરોડની સહાય આપવામાં આવી છે. CSR ખર્ચ વર્ષ 2023માં ₹10.65 કરોડથી વધીને વર્ષ 2025માં ₹22.66 કરોડ થયો હતો.

પર્યાવરણલક્ષી પહેલ હેઠળ 121 ડીઝલ બસો અને ટ્રકોને CNG વાહનોથી બદલવામાં આવ્યાં છે. સાથે જ 715 કિલોવોટ ક્ષમતાની સોલાર વીજળી વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. ઊર્જા ઉત્પાદનની સાથે રોજગાર, ખેડૂત કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાની કામગીરી પણ એસેટ દ્વારા કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande