
નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે દેવીની દિવ્ય શક્તિ અને અનંત વીરતાની પ્રશંસા કરતા એક સુભાષિતમ્ શેર કર્યું. તેમણે નવરાત્રિના ત્રીજા દિવસે સાહસ, શાંતિ અને દૈવી શક્તિની દેવી માં ચંદ્રઘંટાની પૂજા-અર્ચના કરી.
વડાપ્રધાન મોદીએ એક્સ પર શ્લોક શેર કર્યો,
'त्वं वैष्णवी शक्तिरनन्तवीर्य विश्वस्य बीजं परमसि मया। सम्मोहितं देवी सर्वमेतत् त्वं वया भुवि मुक्तिहेतुः।।'
તેનો અર્થ છે કે હે દેવી, આપ વૈષ્ણવી શક્તિ છો. અનંત પરાક્રમથી યુક્ત આપ જ આ સંપૂર્ણ વિશ્વનું મૂળ કારણ છો. આ સંપૂર્ણ જગત આપના દ્વારા જ નિયંત્રિત છે અને જ્યારે આપ પ્રસન્ન થાઓ છો, ત્યારે પૃથ્વી પરના તમામ પ્રાણીઓ માટે મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરો છો.
વડાપ્રધાને કહ્યું કે, નવરાત્રિમાં આજે સાહસ, શાંતિ અને દિવ્ય શક્તિની દેવી માં ચંદ્રઘંટાને કરબદ્ધ વંદન! તેમની કૃપાથી સૌનું કલ્યાણ થાઓ. સૌનું જીવન સુખ-સૌભાગ્ય અને સફળતાથી સદૈવ સમૃદ્ધ રહે, એ જ મંગલકામના છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ