પોલીસને હાથતાળી આપી, સીજેપી કાર્યકરો રાંકા-દાસના નેતૃત્વમાં જંતર-મંતર પહોંચી ગયા.
નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) જંતર-મંતરને વિરોધ-પ્રદર્શન સ્થળની સૂચિમાંથી હટાવ્યાના એક દિવસ પછી, બુધવારે સવારે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના કાર્યકરો ફરી એકવાર ત્યાં પહોંચી ગયા. સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસની આગેવાની હેઠળ
મરજ


નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) જંતર-મંતરને વિરોધ-પ્રદર્શન સ્થળની સૂચિમાંથી હટાવ્યાના એક દિવસ પછી, બુધવારે સવારે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના કાર્યકરો ફરી એકવાર ત્યાં પહોંચી ગયા. સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસની આગેવાની હેઠળ કાર્યકરોએ, પોલીસને ચકમો આપતા લોખંડના ગેટ અને બેરિકેડ કૂદીને જંતર-મંતર પહોંચ્યા. ત્યાં તેમણે સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ. પોલીસે પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા. આ પછી, અહીં સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.

આ નેતાઓએ આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે તેમને દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી આ શરતે જામીન આપવામાં આવ્યા હતા કે, તેઓ એક વર્ષ સુધી શાંતિ અને સારું આચરણ જાળવી રાખશે. આ માટે તેમની પાસેથી 50 હજારનો જામીન બોન્ડ પણ ભરાવવામાં આવ્યો.

સીજેપી પ્રમુખ અભિજીત દીપકે એક્સ પર વીડિયો ફૂટેજ શેર કર્યા, જેમાં લોકો સુરક્ષા વચ્ચે ગેટ પર ચડતા, ઝંડા લઈને ભાગતા દેખાઈ રહ્યા છે. આ પછી દિલ્હી પોલીસ અધિકારીઓ તેમને લઈ જતા દેખાઈ રહ્યા છે. કાર્યકરો 'ભારત માતા કી જય' અને 'ઇન્કલાબ ઝિંદાબાદ' ના નારા લગાવી રહ્યા છે. આશુતોષ રાંકાએ ત્રિરંગા સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું, અમે પ્રયાસ નથી કરી રહ્યા, જંતર-મંતર પહોંચી ચૂક્યા છીએ.

સૌરવ દાસે વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, જંતર-મંતર પર ફરીથી કબજો કરી લેવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે કાર્યકરો ત્યાં પહોંચી ગયા છે અને હવે તેમને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. દાસે યુવાનોને સંદેશ આપતા લખ્યું કે તેઓ આવું કરી શકે છે. પોસ્ટમાં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પણ નિશાન બનાવ્યા.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે 12 ઓક્ટોબરના રોજ જાહેરાત જારી કરીને જંતર-મંતરને વિરોધ-પ્રદર્શન સ્થળ તરીકે હટાવવાની જાણકારી આપી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક સમિતિની ભલામણના આધારે રાજધાનીમાં ધરણા-પ્રદર્શન માટે ત્રણ નવી જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. આમાં રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીનું સીબીડી મેદાન શામેલ છે.

સેન્ટ્રલ દિલ્હીના ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં આવેલું જંતર-મંતર દાયકાઓથી વિરોધ-પ્રદર્શનોનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. તાજેતરના દિવસોમાં અહીં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) ના મુદ્દે, વિપક્ષી ઇન્ડી ગઠબંધન અને સીજેપીએ પ્રદર્શનો કર્યા. જંતર-મંતરને પ્રદર્શન સ્થળની સૂચિમાંથી હટાવવાનો નિર્ણય આ જ વિરોધ-પ્રદર્શનો વચ્ચે આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande