દિલ્હીના જંતર-મંતર પર, અનધિકૃત પ્રવેશ અને અન્ય આરોપોમાં સીજેપીના 14 સભ્યો સામે કેસ
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) જંતર-મંતરને અધિકૃત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવ્યાના બીજા જ દિવસે મંગળવારે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના 14 સભ્યો ત્યાં પહોંચી ગયા. પોલીસે ખાનગી પરિસરના રસ્તે કથિત રીતે અનધિકૃત પ્રવેશ કરવા અને પોલીસકર્મીઓને સરકારી
દિલ્હીના જંતર-મંતર પર, અનધિકૃત પ્રવેશ અને અન્ય આરોપોમાં સીજેપીના 14 સભ્યો સામે કેસ


નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) જંતર-મંતરને અધિકૃત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવ્યાના બીજા જ દિવસે મંગળવારે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના 14 સભ્યો ત્યાં પહોંચી ગયા. પોલીસે ખાનગી પરિસરના રસ્તે કથિત રીતે અનધિકૃત પ્રવેશ કરવા અને પોલીસકર્મીઓને સરકારી ફરજ બજાવતા રોકવાના આરોપમાં તમામને અટકાયતમાં લઈને બે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) નોંધાવ્યો છે. આ ઉપરાંત, પાર્ટીના ત્રણ મુખ્ય સભ્યો આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્ય શિંદે વિરુદ્ધ નિવારક કાર્યવાહી કરવામાં આવી. તેમાંથી કોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા, જ્યારે અજિંક્ય શિંદેને છ મહિના સુધી શાંતિ અને સદ્વ્યવહાર જાળવી રાખવા માટે બોન્ડ ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

નવી દિલ્હી જિલ્લાના ડીસીપી સચિન શર્માના જણાવ્યા અનુસાર, આ ઘટના 13 ઓક્ટોબરની સવારની છે. જંતર-મંતર પર પ્રદર્શન માટે પહોંચેલા સીજેપી સભ્યોને સ્થળ પર તૈનાત પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો. આરોપ છે કે તેમ છતાં કાર્યકર્તાઓએ એક ખાનગી પરિસરના રસ્તે પ્રવેશ કર્યો અને પોલીસકર્મીઓના કામમાં અવરોધ ઊભો કર્યો. પોલીસે તમામ 14 સભ્યોને અટકાયતમાં લઈને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં પ્રથમ એફઆઈઆર કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 289/26 હેઠળ નોંધવામાં આવી છે. તેમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 223(એ), 332 અને 61(2) લગાવવામાં આવી છે. બીજી એફઆઈઆર સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 128/26 હેઠળ નોંધાઈ છે. તેમાં બીએનએસની કલમ 221, 115(2), 132, 121(1) અને 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બંને કેસોમાં કુલ 14 સભ્યો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે સીજેપીના મુખ્ય સભ્યો આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્ય શિંદે વિરુદ્ધ અલગથી નિવારક કાર્યવાહી કરી. પોલીસનો આરોપ છે કે આ સભ્યોની ગતિવિધિઓથી જાહેર શાંતિ ભંગ થવાની અને કાયદો-વ્યવસ્થા પ્રભાવિત થવાની આશંકા હતી. પોલીસે એવો પણ આરોપ લગાવ્યો કે ત્રણેય ઇન્ટરનેટ મીડિયાના માધ્યમથી અન્ય લોકોને પણ આ જ પ્રકારની ગતિવિધિઓ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ જ આધારે તેમને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ધરપકડ કરીને વિશેષ કાર્યપાલક મેજિસ્ટ્રેટ (એસઈએમ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા.

પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય સભ્યો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 126 અને 170 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી. પોલીસે આશંકા વ્યક્ત કરી કે, મુક્ત કરવામાં આવતા તેઓ ફરીથી કાયદાનું ઉલ્લંઘન કરી શકે છે અને અન્ય લોકોને પણ આવું કરવા માટે ઉશ્કેરી શકે છે.

કેસ પર વિચાર કર્યા પછી વિશેષ કાર્યપાલક મેજિસ્ટ્રેટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત, અજિંક્ય શિંદેને છ મહિના સુધી શાંતિ અને સદ્વ્યવહાર જાળવી રાખવા માટે પાબંદ કરવામાં આવ્યો. તેને પાંચ હજાર રૂપિયાના અંગત મુચલકા અને તેટલી જ રકમની જામીન પર બોન્ડ ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande