જલ જીવન મિશન હેઠળ, પીવાના પાણીના સ્ત્રોતોની સુરક્ષા માટે ગ્રામ પંચાયતોની ભૂમિકા વધશે.
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્ર સરકાર જલ જીવન મિશન 2.0 હેઠળ ગ્રામીણ પીવાના પાણીના સ્ત્રોતોની લાંબા ગાળાની સુરક્ષા અને પાણી પુરવઠા વ્યવસ્થાને ટકાઉ બનાવવા માટે ગ્રામ પંચાયતોની ભૂમિકા વધારશે. આ માટે જલ જીવન મિશન 2.0 ને વિકસિત ગ્રામ રોજગાર અને આ
રોત


નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્ર સરકાર જલ જીવન મિશન 2.0 હેઠળ ગ્રામીણ પીવાના પાણીના સ્ત્રોતોની લાંબા ગાળાની સુરક્ષા અને પાણી પુરવઠા વ્યવસ્થાને ટકાઉ બનાવવા માટે ગ્રામ પંચાયતોની ભૂમિકા વધારશે. આ માટે જલ જીવન મિશન 2.0 ને વિકસિત ગ્રામ રોજગાર અને આજીવિકા ગેરંટી કાર્યક્રમ (વીબી-જી રામ જી) સાથે જોડવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના આ સંકલનથી ભૂગર્ભ જળ રિચાર્જ, વરસાદી જળ સંગ્રહ અને પીવાના પાણીના સ્ત્રોતોના સંરક્ષણ સાથે સંકળાયેલા કાર્યોને વૈજ્ઞાનિક રીતે પ્રાથમિકતા આપવામાં આવશે.

કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગે બુધવારે, જલ વિષયક વિભાગીય શિખર સંમેલન-2026 પછી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ત્રીજો વર્ચ્યુઅલ સંમેલન આયોજિત કર્યો. સંમેલનમાં પીવાના પાણીના સ્ત્રોતોની સ્થિરતા, જળ સુરક્ષા અને ગ્રામ પંચાયતોના નેતૃત્વ હેઠળ યોજનાઓ તૈયાર કરવા પર ચર્ચા થઈ. પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના સચિવ અશોક કેકે મીણાએ જણાવ્યું કે, જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીના માળખાનું વિસ્તરણ થયું છે. હવે બીજા તબક્કામાં આ સંપત્તિઓની લાંબા ગાળાની ઉપયોગિતા, વિશ્વસનીયતા અને જાળવણી સુનિશ્ચિત કરવી જરૂરી છે.

મીણાએ જણાવ્યું કે, પીવાના પાણીની સેવાઓને ટકાઉ બનાવવા માટે જળ સ્ત્રોતોનું સંરક્ષણ, રિચાર્જ અને નિયમિત જાળવણી આવશ્યક છે. વિકસિત ગ્રામ રોજગાર અને આજીવિકા ગેરંટી કાર્યક્રમ હેઠળ જળ સંરક્ષણ, ભૂગર્ભ જળ રિચાર્જ અને પીવાના પાણીના સ્ત્રોતોની જાળવણી સાથે સંકળાયેલા કાર્યો કરી શકાય છે. તેમણે રાજ્યોને જલ જીવન મિશનની ગ્રામ કાર્યયોજનાઓ અને સ્ત્રોત સ્થિરતા યોજનાઓને વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ તથા ગ્રામ પંચાયત વિકાસ યોજના સાથે જોડવા જણાવ્યું.

તેમણે કહ્યું કે, જળ સુરક્ષા સાથે સંકળાયેલા કાર્યો સ્થાનિક જળ સંસાધનોના વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે નક્કી થવા જોઈએ. ગ્રામ સભાની મંજૂરીથી આ યોજનાઓને લાગુ કરવાથી સમુદાયની ભાગીદારી અને જવાબદારી વધશે. ગ્રામ પંચાયતો, ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ અને સ્થાનિક સંસ્થાઓને જળ સ્ત્રોતો, મોસમી ફેરફારો તથા સ્થાનિક જરૂરિયાતોની જાણકારી હોય છે. તેથી યોજના બનાવવામાં, અમલીકરણ અને દેખરેખમાં તેમની સક્રિય ભાગીદારી જરૂરી છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલયના સહાયક કમિશનર દીક્ષા એસ બિષ્ટે જણાવ્યું કે, વિકસિત ગ્રામ રોજગાર અને આજીવિકા ગેરંટી કાર્યક્રમ હેઠળ જળ સુરક્ષા સાથે સંકળાયેલા 128 પ્રકારના કાર્યો કરી શકાય છે. આમાં ભૂગર્ભ જળ રિચાર્જ, વરસાદી જળ સંગ્રહ, જળસંગ્રહ ક્ષેત્રનો ઉપચાર, જળ સંસ્થાઓનું પુનરુત્થાન, પીવાના પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ અને જળ સંબંધિત સંપત્તિઓની જાળવણી શામેલ છે. તેમણે જળ સંકટવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિ અને સ્થાનિક જરૂરિયાતોના આધારે કાર્યોને પ્રાથમિકતા આપવાની આવશ્યકતા જણાવી.

ઓડિશાએ ભૂગર્ભ જળ રિચાર્જ, ઘરેલું ગંદા પાણીનું વ્યવસ્થાપન, જળસંગ્રહ ક્ષેત્રના ઉપચાર, સ્ત્રોત સંરક્ષણ અને આબોહવા અનુકૂળ જળ માળખાં સાથે સંકળાયેલા પોતાના અનુભવો શેર કર્યા. મધ્ય પ્રદેશે ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓની જાળવણીમાં ગ્રામ પંચાયતોની ભૂમિકા અને વરસાદી જળ સંગ્રહ સાથે સંકળાયેલી વ્યવસ્થાઓની જાણકારી આપી. રાજસ્થાને ગ્રામીણ પાણી પુરવઠા માળખાંના નિવારક, સુધારાત્મક અને કટોકટીની જાળવણી માટે વિકસિત ગ્રામ રોજગાર અને આજીવિકા ગેરંટી કાર્યક્રમ સાથે સંકલનનો બ્લુપ્રિન્ટ રજૂ કર્યો.

રાષ્ટ્રીય જલ જીવન મિશનના ઉપ સલાહકાર સુમિત પ્રિયદર્શીએ નિર્ણય સહાયતા પ્રણાલીના ઉપયોગ પર પ્રસ્તુતિ આપી. તેમણે કહ્યું કે, આ પ્રણાલી પાણીની ગુણવત્તા અને ઉપલબ્ધતા સાથે સંકળાયેલા જોખમોનો સામનો કરી રહેલા પીવાના પાણીના સ્ત્રોતોની ઓળખ કરવામાં મદદ કરે છે. રાજ્યોને ડેટાના આધારે જોખમવાળા ગામો અને વસાહતોની ઓળખ કરવા, સ્થળ પર તપાસ દ્વારા જોખમની પુષ્ટિ કરવા અને સુધારાત્મક કાર્યોના પરિણામોની દેખરેખ રાખવા જણાવ્યું.

રાષ્ટ્રીય જલ જીવન મિશનના અધિક સચિવ અને મિશન નિર્દેશક કમલ કિશોર સોને જણાવ્યું કે, વિકસિત ગ્રામ રોજગાર અને આજીવિકા ગેરંટી કાર્યક્રમ હેઠળ થનારું રોકાણ તે પીવાના પાણીના પડકારોના સમાધાન પર કેન્દ્રિત હોવું જોઈએ, જેમની ઓળખ નિર્ણય સહાયતા પ્રણાલી દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જળ સંબંધિત કાર્યો પર થતો ખર્ચ જળ સુરક્ષામાં માપી શકાય તેવા સુધારાના રૂપમાં દેખાવો જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande