
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિં.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા-અર્ચના કરી. તેમણે કામના કરી કે, દેવીની અપાર ઊર્જાથી તમામ દેશવાસીઓના જીવનમાં નવી આશા, સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો સંચાર થાય.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં જણાવ્યું કે, નવરાત્રિમાં આજે માં કુષ્માંડાની પૂજાનું વિધાન છે. તેમણે દેવીની કૃપાથી દેશવાસીઓના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય આવે તેવી કામના કરી.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ