એનઆઈએ કોર્ટે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીને 'ઘોષિત અપરાધી' જાહેર કર્યો
રાજૌરી, નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.). એનઆઈએની એક સ્પેશિયલ કોર્ટે, પાકિસ્તાનમાં રહેતા એક આતંકવાદીને 2022ના એક કેસમાં ''ઘોષિત અપરાધી'' જાહેર કર્યો છે. આ કેસ અલ-હુદા એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલી કથિત આતંકવાદને ભંડોળ પૂરું પાડવાની પ્રવૃત્તિઓ અને
એનઆઈએ કોર્ટ


રાજૌરી, નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.). એનઆઈએની એક સ્પેશિયલ કોર્ટે, પાકિસ્તાનમાં રહેતા એક આતંકવાદીને 2022ના એક કેસમાં 'ઘોષિત અપરાધી' જાહેર કર્યો છે. આ કેસ અલ-હુદા એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલી કથિત આતંકવાદને ભંડોળ પૂરું પાડવાની પ્રવૃત્તિઓ અને પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત છે.

રાજૌરી જિલ્લાની દરહાલ તહસીલના થાનામંગ ગામના રહેવાસી મુશ્તાક અહેમદ મીરે 1995-96માં આતંકવાદમાં સામેલ થવા માટે નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી હતી. એવું માનવામાં આવે છે કે, તે હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માંથી તેની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે.

એનઆઈએ કોર્ટના સ્પેશિયલ જજ પ્રેમ સાગરે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 84 હેઠળ રાષ્ટ્રીય તપાસ એજન્સીની અરજી પર સુનાવણી કરતા મીરને ઘોષિત અપરાધી જાહેર કર્યો. કોર્ટે નોંધ્યું કે તેની વિરુદ્ધ અગાઉ પણ બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ 'ઘોષિત અપરાધી'ની કાર્યવાહી અને અખબારોમાં નોટિસ છપાયા છતાં ન તો તેને પકડવામાં આવ્યો અને ન તો તે કોર્ટ સમક્ષ હાજર થયો.

એનઆઈએનો આ કેસ તે આરોપો સાથે સંકળાયેલો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી, 2019માં જમાત-એ-ઇસ્લામીને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યા પછી પણ અલ-હુદા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેના માટે ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું અને મોકલવામાં આવ્યું. ઓગસ્ટ, 2025માં સ્પેશિયલ એનઆઈએ કોર્ટે પ્રતિબંધિત સંગઠનની પ્રવૃત્તિઓ માટે કથિત રીતે ભંડોળ એકત્રિત કરવા અને તેનો ઉપયોગ કરવાના કેસમાં મીર અને અલ-હુદા એજ્યુકેશન ટ્રસ્ટ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande