‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત યુવા સંગમ કાર્યક્રમ અન્વયે ચંદીગઢના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલની મુલાકાતે
ગાંધીનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાકાર કરતી ‘યુવા સંગમ ફેઝ–7’ પહેલ અંતર્ગત ચંદીગઢથી આવેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળે લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત
વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલની મુલાકાતે


વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલની મુલાકાતે


વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલની મુલાકાતે


ગાંધીનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાકાર કરતી ‘યુવા સંગમ ફેઝ–7’ પહેલ અંતર્ગત ચંદીગઢથી આવેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળે લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

‘યુવા સંગમ પહેલ' નો મુખ્ય ઉદ્દેશ દેશનાં વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન, પરસ્પર સંવાદ, રાષ્ટ્રીય એકતા અને ભાવનાત્મક એકાત્મતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુવાઓ સાથે સંવાદ કરીને વિદ્યાર્થીઓને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના મજબૂત કરવા, વિવિધ રાજ્યોની સંસ્કૃતિ સમજવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. તેમણે યુવાનોને જીવનમાં નશામુક્તિ, શિક્ષણ, સ્વચ્છતા, વૃક્ષારોપણ, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમજ રાસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવા અને દેશની એકતા, સંસ્કૃતિ તથા પ્રગતિ માટે જવાબદારીપૂર્વક કાર્ય કરવા અપીલ કરી હતી.

રાજ્યપાલએ યુવા સંગમના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં યોગદાન આપવા અને દેશની એકતાને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

રાજ્યપાલ સાથે સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વિચારો અને અનુભવો વ્યક્ત કરવાની તક મળી હતી. અમૃતસરની વિદ્યાર્થીની જસ્મીન કૌરે પોતાના ગામના ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ છોડીને પ્રાકૃતિક ખેતી કેવી રીતે અપનાવે તે માટે રાજ્યપાલશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ‘યુવા સંગમ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 50 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિમંડળ પણ 22થી 29 ઑક્ટોબર, 2026 દરમિયાન પંજાબના પ્રવાસે જશે. આ આદાનપ્રદાનથી ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓને એકબીજાની સંસ્કૃતિ, પરંપરા, વિકાસ અને તકનીકી પ્રગતિને સમજવાની તક મળશે.

આ કાર્યક્રમમાં રાજ્યપાલના સચિવ મેહુલ દવે, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રભારી કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્ય, કુલસચિવ પ્રો. એચ. બી. પટેલ, તેમજ ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના અધિકારીઓ યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande