પોક્સો કેસમાં પાંચ વર્ષથી ફરાર આરોપી અમરેલીથી ઝડપાયો
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) : રાણાવાવ પોલીસ દ્વારા પોક્સો કેસમાં છેલ્લા પાંચ વર્ષથી કોર્ટની મુદતે હાજર નહીં રહેતા અને વોરંટના આધારે શોધવામાં આવતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી આરોપીને અ
પોક્સો  કેસમાં  પાં ચવર્ષ થી  ફરાર  આરોપી  અમરેલીથી  ઝડપ્યો.


પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) : રાણાવાવ પોલીસ દ્વારા પોક્સો કેસમાં છેલ્લા

પાંચ વર્ષથી કોર્ટની મુદતે હાજર નહીં રહેતા

અને વોરંટના આધારે શોધવામાં આવતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર

જિલ્લાના રહેવાસી આરોપીને અમરેલી જિલ્લાના

સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામ ખાતેથી પકડી

પાડવામાં આવ્યો હતો.

પોરબંદર સ્પેશિયલ પોક્સો કેસ નંબર 14/2020માં આરોપી સુમેરસિંગ હરદારસિંગ ભીલ (ઉંમર 35 વર્ષ, રહે. બાવળી ખોદરા ગામ, તા.અમજેરા, જી. ધાર, મધ્યપ્રદેશ) છેલ્લા પાંચ વર્ષથી કોર્ટની મુદતે હાજર રહેતો ન હતો. આથી

નામદાર સેશન્સ કોર્ટ દ્વારા તેની સામે

સી.આર.પી.સી. કલમ 82 મુજબનું વોરંટ કાઢવામાં આવ્યું હતું.વોરંટની બજવણી માટે રાણાવાવ પોલીસ

દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને સંયુક્ત હકીકતોના આધારે પોલીસને આરોપી અંગે માહિતી મળતાં તેને ભમ્મર ગામ, તા. સાવરકુંડલા, જી. અમરેલી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીને આગળની કાર્યવાહી માટે પોરબંદર સેશન્સ

કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.જી. ડાંગર, પીએસઆઈ આર.વી. મોરી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી

હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande