સિદ્ધપુર બેન્ક ઓફ બરોડામાં ગ્રાહકો સાથે ગેરવર્તનનો આક્ષેપ, અધિકારી સામે પોલીસમાં લેખિત અરજી
પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુરની બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાના અધિકારી અવિનાશભાઈ સામે બેન્કના ગનમેન ધુળાભાઈ છપ્પનભાઈ પટણીએ પોલીસમાં લેખિત અરજી કરી છે. અરજીમાં અધિકારી દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી માનસિક ત્રાસ આપવાનો તેમજ બેન્કમાં આવતા ગ્રાહકો સાથે
સિદ્ધપુર બેન્ક ઓફ બરોડામાં ગ્રાહકો સાથે ગેરવર્તનનો આક્ષેપ, અધિકારી સામે પોલીસમાં લેખિત અરજી


સિદ્ધપુર બેન્ક ઓફ બરોડામાં ગ્રાહકો સાથે ગેરવર્તનનો આક્ષેપ, અધિકારી સામે પોલીસમાં લેખિત અરજી


પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુરની બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાના અધિકારી અવિનાશભાઈ સામે બેન્કના ગનમેન ધુળાભાઈ છપ્પનભાઈ પટણીએ પોલીસમાં લેખિત અરજી કરી છે. અરજીમાં અધિકારી દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી માનસિક ત્રાસ આપવાનો તેમજ બેન્કમાં આવતા ગ્રાહકો સાથે ગેરવર્તન કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે આ મામલે તપાસ કરી જવાબદાર અધિકારી સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

ધુળાભાઈ છપ્પનભાઈ પટણી વર્ષ 2007થી બેન્કમાં ગનમેન તરીકે ફરજ બજાવે છે. અગાઉ બેન્કમાં ચોરી કરતા લોકોને પકડવામાં કામગીરી બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અરજી મુજબ, બેન્કમાં આધારકાર્ડ કેન્દ્ર કાર્યરત હોવાથી મહિલાઓ પોતાનાં નાનાં બાળકો સાથે વિવિધ કામ માટે આવે છે. બાળકો રડતા હોય ત્યારે કામમાં ખલેલ પડતી હોવાનું કહી અધિકારી ગ્રાહકો સાથે ખરાબ વર્તન કરે છે અને ગનમેનને આવા ગ્રાહકોને તાત્કાલિક બહાર કાઢવા સૂચના આપે છે, એવો આક્ષેપ કરાયો છે.

અરજદારે વધુમાં જણાવ્યું છે કે, આવી સૂચનાઓનું પાલન કરવા જતાં તેમને ગ્રાહકો સાથે વિવાદનો સામનો કરવો પડે છે, જેના કારણે બેન્કનું વાતાવરણ બગડે છે. આ પરિસ્થિતિથી ગ્રાહકો, મહિલાઓ, બાળકો અને વાલીઓને મુશ્કેલી પડતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા તથા બેન્કમાં આવતા ગ્રાહકો સાથે સન્માનપૂર્ણ વ્યવહાર જળવાય અને કોઈને માનસિક ત્રાસ ન પડે તે માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande