જામનગરમાં સરકારી ઘઉં ચોરી પ્રકરણ: 6 આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતાં, જેલ હવાલે કરાયા
જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના બેડી બંદર રોડ પરથી સરકારી ઘઉંના ચોરાઉ જથ્થા સાથે પકડાયેલા પાંચ શખ્સો અને ઘઉં ખરીદનાર વેપારી સહિત કુલ છ આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં, તેમને કોર્ટના આદેશથી જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઓશીયાનીક ગોડાઉન અને ગરી
જિલ્લા જેલ


જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના બેડી બંદર રોડ પરથી સરકારી ઘઉંના ચોરાઉ જથ્થા સાથે પકડાયેલા પાંચ શખ્સો અને ઘઉં ખરીદનાર વેપારી સહિત કુલ છ આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં, તેમને કોર્ટના આદેશથી જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઓશીયાનીક ગોડાઉન અને ગરીબનગર પાણાખાણ ખાતેથી સમયાંતરે 1,399 કટા સરકારી ઘઉંની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા વિભાગના નાયબ જિલ્લા મેનેજર અશોકકુમાર હરિભાઈ સૂચકની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપીઓ ઈકબાલ અબ્દુલ કમોરા, અબ્બાસ વલીમામદ જેડા, શબીર જુસબભાઈ શેખ, અબ્દુલ વલીમોહમ્મદ જેડા અને આબીદ અબ્દુલ જેડાની ધરપકડ કરી હતી.

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ ચોરાઉ ઘઉંનો મોટો જથ્થો ખરીદનાર તરીકે જામનગરના જ એક સ્થાનિક વેપારી અમરશી છગનભાઈ ભંડેરીની સંડોવણી પણ બહાર આવી હતી. જેથી પોલીસે તમામ છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવ્યા હતા, જે પૂરા થતા આજે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

હાલ આ સમગ્ર કૌભાંડમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસનો રેલો આવનારા સમયમાં કેટલાક જવાબદાર અધિકારીઓ સુધી પણ પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે, જેને લઈને સ્થાનિક કક્ષાએ વ્યાપક ચર્ચા જાગી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande