પોરબંદરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માર્શલની ભરતી કરાશે.
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માર્શલની ભરતી કરાશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સ્
પોરબંદરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા મહાનગરપાલિકા  દ્વારા સ્વચ્છતા માર્શલની ભરતી કરાશે.


પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા મહાનગરપાલિકા

દ્વારા સ્વચ્છતા માર્શલની ભરતી કરાશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત

મિશન અર્બન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સ્વચ્છતા

માર્શલની ભરતી કરવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5 જગ્યાઓ 11 માસના કરાર આધારિત અને તદ્દન હંગામી ધોરણે

ભરવામાં આવશે. આ માટે લાયકાત અને જરૂરી અનુભવ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી

ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ભરતી માટે ઉમેદવાર પાસે સેનિટરી ઇન્સ્પેક્ટરનો

કોર્સ અથવા આઈ.ટી.આઈ. ડિપ્લોમાની લાયકાત હોવી જરૂરી છે. આ ઉપરાંત નગરપાલિકા અથવા

મહાનગરપાલિકામાં ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. પસંદગી

પામનાર ઉમેદવારને માસિક રૂ. 16,000 નો નિશ્ચિત પગાર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત માસિક રૂ. 1,000 પેટ્રોલ ભથ્થું તેમજ યુનિફોર્મ માટે

એક વખત રૂ. 7,000ની રકમ મળવાપાત્ર રહેશે. ઇચ્છુકઉમેદવારોએ ભરતી માટેનું અરજી ફોર્મ https://forms.gle/zW5LGnmKjgf8eQRTA લિંક અથવા ક્યુઆર કોડ દ્વારા ફરજિયાત

ભરવાનું રહેશે. સ્વચ્છતા માર્શલની ભરતી માટે તા. 17 ઑક્ટોબર, 2026, શનિવારના રોજ સવારે 11:30 કલાકે પોરબંદર મહાનગરપાલિકાની કચેરી

ખાતે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે. ઇન્ટરવ્યુનું સ્થળ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, રેલવે સ્ટેશન પાસે, એસ.વી.પી. રોડ, પોરબંદર રહેશે. ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં

સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઇન્ટરવ્યુ સમયે ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો

દાખલો, અનુભવનાં પ્રમાણપત્રો તથા તાજેતરમાં

પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો સહિત જરૂરી અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ

કરવાના રહેશે. પસંદગી પામનાર ઉમેદવારોને નિશ્ચિત પગાર સિવાય અન્ય કોઈ પગાર, ભથ્થાં કે સરકારી લાભ મળવાપાત્ર રહેશે

નહીં. ભરતી સંબંધિત તમામ હકો પોરબંદર મહાનગરપાલિકા હસ્તક અબાધિત રહેશે અને ભરતી

અંગે મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવતી શરતો લાગુ પડશે. પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોને નિર્ધારિત સમયમર્યાદામાં

ઓનલાઈન અરજી કરી, જરૂરી દસ્તાવેજો સાથે નિયત તારીખ અને

સમયે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande