
- વિઆન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના ડોક્ટરો પોતાની સેવા આપશે
ગીર સોમનાથ, 16 ઓક્ટોબર (હિ.સ.) : પ્રાંચી તીર્થ ખાતે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિ દ્વારા તા. 18 ઓક્ટોબર 2026ને રવિવારના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાંચી તીર્થમાં વિનામૂલ્યે 127 મો નેત્ર નિદાન તથા જનરલ, સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે જેમાં રણછોડદાસજી આંખ ની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે, સર્વ રોગ નિદાન કેમ્પ માં વિઆન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુત્રાપાડા ફાટક ના સેવાભાવી ડોક્ટરઓ તથા સ્ટાફ સેવા આપશે અને વિનામૂલ્યે દવા, ECG, BP, SUGAR, MEDICAL, CHECKUP સહિત ચેક કરી દેવામાં આવશે તથા દાંતના ડો. આકાશ રાજાણી તાલાળા પોતાનું યોગદાન આપશે હાર્ડવૈદ હમીરભાઈ પ્રાંચી પોતાનું યોગદાન આપશે.
આ વિનામુલ્યે સદ્દગુરૂ માં આંખના નેત્રયજ્ઞ રોગોનું નિદાન કરી જરૂરીયાત વાળા મોતીયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ અન્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ
લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આવનાર દરેક દર્દીઓને રહેવા, જમવા, શુધ્ધ ઘીનો શીરો, ચા પાણી -નાસ્તો, ચશ્માં, દવા, ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવાની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે. આ કેમ્પમાં આંખના, તથા, સર્વ રોગ નિદાનમાં કેમ્પ માં દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.
દરેક દર્દીએ ત્રણ આધાર કાર્ડની ઝેરોક્ષ ફરજિયાત લાવવાની રહેશે અને સર્વો રોગમાં નિદાન કેમ્પ માં પોતાની જુની ફાઈલ લાવાની રહેશે..
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ