મહેસાણામાં કેન્દ્ર સરકારની ટીમે કૃષિ યોજનાઓની સમીક્ષા કરી
મહેસાણા, 16 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં કેન્દ્ર સરકારની ટીમે કૃષિલક્ષી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી. ટીમે બેચરાજી તાલુકાનાં પોયડા, મોઢેરા અને વેણપુરા ગામોની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ખેતરોમાં પાક નિદર્શનોનું નિરીક્ષ
મહેસાણામાં કેન્દ્ર સરકારની ટીમે કૃષિ યોજનાઓની સમીક્ષા કરી


મહેસાણા, 16 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં કેન્દ્ર સરકારની ટીમે કૃષિલક્ષી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી. ટીમે બેચરાજી તાલુકાનાં પોયડા, મોઢેરા અને વેણપુરા ગામોની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ખેતરોમાં પાક નિદર્શનોનું નિરીક્ષણ કર્યું હતું.

ડાયરેક્ટર ઓફ મિલેટ ડો. લક્ષ્મણરાવના નેતૃત્વમાં આવેલી ટીમે પોયડા ગામે દિવેલા અને વેણપુરા ગામે તુવેરની GT-106 જાત તથા કપાસના પાકનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ મિશન ઓન ઓઇલ સીડ, નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન, આત્મનિર્ભર પલ્સ અને કપાસ ક્રાંતિ સહિતની યોજનાઓ હેઠળ ખેડૂતોને મળતી સહાય તથા પ્રમાણિત બિયારણના ઉપયોગની સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ મેપર એપ્લિકેશનની કામગીરી પણ તપાસવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ખેરવાના વૈજ્ઞાનિક ડો. રમેશ પટેલ સહિતના અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande