હોમ કેરટેકર તરીકે ફરજ બજાવતી મહિલાને 181 અભયમ ટીમે મદદ કરી.
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રાજકોટથી હોમ કેરટેકર તરીકે ફરજ બજાવવા આવેલી મહિલા કામના સ્થળે વિવાદમાં મુકાતાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. જાણ થતાં જ અભયમ્ ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ
હોમ કેરટેકર તરીકે ફરજ બજાવતી મહિલાને 181 અભયમ ટીમે મદદ કરી.


પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રાજકોટથી હોમ કેરટેકર તરીકે ફરજ બજાવવા આવેલી મહિલા કામના સ્થળે વિવાદમાં મુકાતાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. જાણ થતાં જ અભયમ્ ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરી તેની સમસ્યાનું નિરાકરણ લાવવા કાર્યવાહી કરી હતી.મળતી માહિતી મુજબ, નર્સિંગનો અભ્યાસ કરેલી આ મહિલા છેલ્લાં પાંચ વર્ષથી એજન્સી મારફતે હોમ કેરટેકર તરીકે કામ કરે છે.

રાજકોટથી પોરબંદર તાલુકાના એક ગામમાં દર્દીની સંભાળ રાખવા આવેલી મહિલાને શરૂઆતમાં નિર્ધારિત સમયગાળા કરતાં વધુ દિવસ રોકાવાની જરૂર પડી હતી.દર્દીના પરિવારજનોએ વધુ દિવસ મદદની જરૂર હોવાનું જણાવતાં મહિલા છેલ્લા 27 દિવસથી દર્દીના ઘરે રહીને સેવા આપતી હતી.આ દરમિયાન દર્દીના પરિવારજનો મહિલાને વારંવાર તેનું સાચું નામ જણાવવા અને દસ્તાવેજો બતાવવા કહેતા હતા.

મહિલાએ દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં તેના પર ખોટું બોલતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવતી હોવાનો તેણે અભયમ્ ટીમને જણાવ્યું હતું.આ પરિસ્થિતિથી કંટાળીને મહિલા નોકરી છોડીને જવા માગતી હતી, પરંતુ પરિવારજનો તેને જવા દેતા નહોવાથી તેણે 181 હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતાં કાઉન્સેલર નીલમ વાઢીયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન ખરા અને પાયલોટ અનિતભાઈ વાઘાણી સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરીતેના પરિવારનો સંપર્ક કર્યો અને મહિલા સુરક્ષિત હોવાની જાણ કરી હતી.મહિલા મૂળ ગીર સોમનાથ જિલ્લાની રહેવાસી હોવાથી તથા તેને આશ્રયની જરૂરિયાત જણાતાં આગળની કાર્યવાહી માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી હતી. મદદ મળતાં મહિલાએ 181 અભયમ્ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande