આર્યકન્યા ગુરુકુલની વિદ્યાર્નીઓએ , રેલવે સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લીધી.
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરની આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની ધોરણ 3 થી 5 ની વિદ્યાર્થિનીઓ માટે આચાર્ય ડૉ.રંજનાબેન મજીઠીયાના માર્ગદર્શન હેઠળ રેલવે સ્ટેશનની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્
આર્યકન્યા  ગુરુકુલની  વિદ્યાર્નીઓએ રેલવે  સ્ટેશનની  શૈક્ષણિક  મુલાકાત  લીધી.


આર્યકન્યા  ગુરુકુલની  વિદ્યાર્નીઓએ રેલવે  સ્ટેશનની  શૈક્ષણિક  મુલાકાત  લીધી.


પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરની આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની ધોરણ 3 થી 5 ની વિદ્યાર્થિનીઓ માટે આચાર્ય ડૉ.રંજનાબેન મજીઠીયાના માર્ગદર્શન હેઠળ રેલવે સ્ટેશનની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને રેલવે સ્ટેશનની વાસ્તવિક

કાર્યપ્રણાલીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો, મુસાફરોને મળતી વિવિધ સુવિધાઓથી પરિચિત કરવાનો તથા મુસાફરીના નિયમો અને સલામતી અંગે સમજ કેળવવાનો હતો.સાથે જ, પાઠ્યપુસ્તકોમાં મેળવેલા જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રેલવે સ્ટેશનપર પહોંચેલી વિદ્યાર્થિનીઓએ ત્યાંની વિવિધ વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ટિકિટબારી, પ્લેટફોર્મ, ટ્રેનના આગમન અને પ્રસ્થાન અંગેથતી જાહેરાતો, મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પાર્કિંગ સહિતની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, મુસાફરો ટિકિટ કેવી રીતે મેળવે છે અને રેલવે સ્ટેશનની દૈનિક કામગીરી કેવી રીતે ચાલે છે તે સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થિનીઓએ રેલવે સ્ટેશનના વિવિધસ્થળો અને વિભાગોના ફોટોગ્રાફ્સપણ લીધા હતા. આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા દીકરીઓને માત્ર ટ્રેન અને રેલવે મુસાફરી વિશે જ નહીં, પરંતુ જાહેર વ્યવસ્થા જાળવવા, સ્વચ્છતા રાખવા, સલામતીના નિયમોનું પાલન કરવા અને શિસ્તબદ્ધ વર્તન કરવા અંગે પણ ઉપયોગી જાણકારી મળી હતી.

આ મુલાકાતમાં શિક્ષિકા બહેનો ભક્તિબેન સોલંકી, શિલ્પાબેન બાલસ, ઉર્મિલાબેન મકવાણા, ડિમ્પલબેન રામદતી અને મનીષાબેન મોઢવાડિયા વિદ્યાર્થિનીઓ સાથે જોડાયાં હતાં.જ્ઞાન અને આનંદથી ભરપૂર આ શૈક્ષણિક મુલાકાતથી વિદ્યાર્થિનીઓને પ્રત્યક્ષ અનુભવ દ્વારા શીખવાની તક મળી હતી. અંતે, નવી જાણકારી અને યાદગાર અનુભવો સાથે દીકરીઓએ રેલવે સ્ટેશનથી વિદાય લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande